- રાજ્યની ITIમાં ટ્રેનિંગ કલાસ શરૂ
- કોવિડ- 19 બાદ રાજ્ય સરકારનો નિર્ણય
- પહેલા ITI શરૂ કરવામાં આવી, હવે ટ્રેનિંગ ક્લાસિસ થશે શરૂ
ગાંધીનગર: કોવિડ-19ની મહામારીને કારણે રાજ્યમાં બંધ કરવામાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (ITI)ને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી છે અને 12 જાન્યુઆરી, 2021ના રોજથી ત્યાં ટ્રેનિંગ ક્લાસીસ શરૂ થઈ ગયા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, હવે NCVT/GCVT 1 અને 2 વર્ષના કોર્સિસ માટે ટ્રેનિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ શરૂ
સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ મંત્રાલય દ્વારા ITIને ફરીથી શરૂ કરવા માટે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 8 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવેલી સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, NCVT/GCVT ટ્રેનર્સ માટે 1 અને 2 વર્ષના કોર્સિસ માટે ITIs પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ અને એન્જિનિયરિંગ ડ્રોઇંગ ક્લાસીસ શરૂ થશે.
બેચ ટાઈમ ITI નક્કી કરશે
શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા (IAS)એ જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અને વર્ગોની ક્ષમતા તેમજ ફિઝિકલ સ્પેસના અવરોધોને ધ્યાનમાં રાખીને ITIs તેમના બેચ ટાઇમિંગ્સ નક્કી કરશે. રાજ્ય સરકાર, ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે સૂચનાઓ જારી કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઇડલાઇન્સનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે અને તેનું મોનિટરિંગ કરવા માટે દરેક ITIમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવાની રહેશે.
કલાસ 3 દિવસ અથવા એક દિવસમાં 4 કલાકનો સમય
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રેનિંગ ક્લાસિસ શિફ્ટ પ્રમાણે અથવા તો ઓલ્ટરનેટ દિવસે એટલે કે 3 દિવસ અથવા એક દિવસમાં ચાર કલાક, એ રીતે લેવામાં આવશે. તેનો નિર્ણય પ્રવર્તમાન સુવિધાઓના આધારે ITI દ્વારા લેવામાં આવશે. ITIમાં પ્રવેશતા પહેલા સ્ક્રીનીંગ અને સેનિટાઇઝિંગ ફરજિયાત રેહશે. ટોળામાં ભેગા થવાની પરવાનગી આપવામાં આવી નથી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે ITIના ગ્રાઉન્ડમાંથી બેન્ચીસ હટાવી દેવાશે.