ગાંધીનગર : રાજ્યમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા કોરોના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ, આઈ.આઈ.ટી. ગાંધીનગર અને આઈ.આઈ.એમ. દ્વારા પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા શરૂઆતથી જ રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચ બાબતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચના ડિરેક્ટર ચૈતન્ય જોશીએ કેમેરા સામે બોલવાની ના પાડી હતી પણ તેઓએ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લામાં રિસર્ચ થયું છે અને કોરોના વાઈરસ કરી રીતે ફેલાઈ રહ્યો છે અને વુહાન પેટર્ન છે કે નહીં તે બાબતે રિસર્ચ કરવામાં આવ્યું છે.
સાથે જ આ રિસર્ચ મેડિકલ ક્ષેત્રમાં મહત્વનું સાબિત થશે કારણે કે જે રીતે રિસર્ચમાં પરિણામો આવ્યાં છે તેમ કોરોના વાઇરસ દરેક વ્યક્તિમાં પોતાના જિનેટિક બદલી રહ્યાં છે, તમામ લોકોમાં અલગ અલગ પ્રકારના વાઇરસ જોવા મળી રહ્યાં છે જેથી વેકસીન બનાવતી કંપનીઓએ આ રિસર્ચ ઉપયોગી બનશે.