ETV Bharat / city

ખોટા આદિજાતિ પ્રમાણપત્ર મેળવી ચૂકેલા પ્રધાન નિમિષા સુથારને આદિજાતિ પ્રધાન પદેથી દૂર કરો : કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાએ આક્ષેપ કર્યો છે કે, મોરવા હડપના ધારાસભ્ય નિમિષા સુથાર ઘણા સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્ર લઈને વિવાદમાં છે તેઓ પોતે ખોટી રીતે આદિજાતિ પ્રમાણપત્ર મેળવી અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે તેવો તેમણે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે. આ બાબતે પૂરતી તપાસ થવી જોઇએ અને તેમના સર્ટિફિકેટ મંગાવી વધુ તપાસ કરવી જોઈએ તેવી તેમને માંગ કરી છે.

બે સર્ટીફીકેટ ખોટા હોવાનો કોંગ્રેસનો દાવો

author img

By

Published : Sep 28, 2021, 8:58 PM IST

  • બે સર્ટીફીકેટ ખોટા હોવાનો કોંગ્રેસનો દાવો
  • તેમના ફાધરે ઓરીજનલ સર્ટિ બાજુ પર રાખીને ડુપ્લીકેટ સર્ટિ આપ્યું
  • વિશ્લેષણ સમિતિ અને રાજ્ય કમિશનર ઓફિસ તપાસ કરે તેવી માંગ કરી

ગાંધીનગર: આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન એવા નિમિષા સુથાર (nimisha suthar )પર જાતિ સર્ટિફિકેટને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. અનિલ જોષીયારા(anil joshiyara )એ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય નિમિષા સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ પ્રધાન પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. આદિજાતિ વિકાસના પ્રધાન એવા નિમિષા સુથારના પિતાનું જાતિ પ્રમાણપત્ર વિશ્લેષણ સમિતિમાં તપાસ અર્થે મોકલવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે.

તેમના ફાધરે ઓરીજનલ સર્ટિ બાજુ પર રાખીને ડુપ્લીકેટ સર્ટિ આપ્યું

અનિલ જોષીયારાએ કહ્યું કે, ધોરણ 10માં તેઓ ભણતા હતા, ત્યારે તેમના ફાધરે ઓરીજનલ સર્ટિ બાજુ પર રાખીને ડુપ્લીકેટ સર્ટિમાં પોતાને વાગડિયા હિન્દુ ભીલ લખાવ્યા હતા. તે પછી આગળ જતા તેમના ફાધર અમરેલી ડેપ્યુટી મામલતદારમાંથી મામલતદાર બન્યા અને નિમિષાબેન ત્યાં ભણતા હતા, ત્યારે ત્યાંથી તેમના ફાધર દ્વારા સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે પટેલ લખાવ્યું હતું. જો કે સર્ટિ તેમના વિસ્તારમાંથી જ મળે છે. અમરેલીમાં અને આ પહેલા બન્ને રીતે ખોટા સર્ટિ તેમને લીધા છે. પોતાના જિલ્લા કે તાલુકામાંથી જ આ સર્ટિફિકેટ મેળવવાના હોય છે.

બે સર્ટીફીકેટ ખોટા હોવાનો કોંગ્રેસનો દાવો

આ કેસ હાઇકોર્ટમાં છે, ગુજરાતના આદિવાસીઓ દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપી રહ્યા છે

જુદા-જુદા સર્ટિફિકેટ તેઓ બદલતા રહ્યા, જો કે તેમના મેરેજ થયા બાદ તેમને સુથાર લખાવવાનું શરૂ કર્યું. આ કેસ હાઇકોર્ટમાં છે. ગુજરાતના આદિવાસીઓ દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે, ત્યારે દરેક જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે. આ સર્ટિફિકેટ લીધું છે તેની યોગ્ય તપાસ થવી જોઇએ. વિશ્લેષણ સમિતિ અને રાજ્ય કમિશનર ઓફિસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે. ઓરીજનલ સર્ટિ મંગાવવામાં આવે અને કયા આધારે તેમને અમરેલીમાંથી સર્ટિફિકેટ લીધુ તે પણ પૂરી તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો- પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતીમાં ઉમેદવારોની હાલત કફોડી

આ પણ વાંચો- સરકારે ગૃહમાં પુરા પાડેલા કોરોના મૃતકોના આંકડામાં વિસંગતતા : કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.