- રાજ્યમાં મગફળીના વેચાણમાં નિરસતા
- મગફળી ખરીદવા સરકારે 16,583 મેસેજ કર્યા
- માત્ર 491 ખેડૂતો જ મગફળી વેચાણ માટે આવ્યાં
- ખાનગી પેઢી અને કંપનીઓ ઉંચા ભાવે ખરીદી કરી રહી છે મગફળીની
ગાંધીનગર : રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારની તમામ એપીએમસીમાં મગફળીની આવક થઈ રહી છે. ત્યારે ટેકાના ભાવની ખરીદી જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ 1055 રાખવામાં આવ્યો છે. પરંતુ ખાનગી પેઢીઓ અને કંપનીઓ દ્વારા ઊચા ભાવે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ અને પેઢીઓ 1500થી 1200 રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. જ્યારે રાજ્ય સરકારે ટેકાના ભાવ ઓછો હોવાના કારણે પણ ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે.
- 32 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી
અન્ન અને નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે દિવસથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં આ બે દિવસમાં 32 જેટલા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ પ્રમાણે જે મગફળી ન હોય તેવી મગફળી અને રિઝલ્ટ કરવામાં આવે છે. સાથે જ 8 ટકાથી વધુ મગફળીમાં જોવા મળે તો પણ રિજેક્ટ કરવામાં આવે છે આમ અત્યાર સુધીમાં કુલ 32 જેટલા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે.
- રાજ્યમાં 145 સેન્ટરોમાંથી 48 સેન્ટરોમાં એક પણ ખેડૂત ન આવ્યાં
સંજય મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 145 સેન્ટર ઉપર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. 145 સેન્ટર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 97 જેટલા સેન્ટર ઉપર મગફળીની આવક થઇ છે જ્યારે બાકીના 47 સેન્ટર ઉપર ટેકાના ભાવે એક પણ ખેડૂતો મગફળીનું વેચાણ કરવા માટે હજી સુધી આવ્યાં નથી.
ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં નિરસતા, 7996 પૈકી ફક્ત 491 ખેડૂતો વેચાણ માટે આવ્યાં - સીએમ વિજય રુપાણી
રાજ્યમાં 26 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ શરૂઆતના બે દિવસોમાં મગફળીના ખેડૂતોએ નિરસતા દાખવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 16,583 જેટલા ખેડૂતોને મેસેજ કરીને મગફળીના વેચાણ માટે બોલાવવામાં આવ્યાં હતાં પરંતુ ફક્ત 491 ખેડૂતોએ જ મગફળી વેચાણ માટે એપીએમસીમાં આવ્યાં છે.
મગફળીની ખરીદીમાં નિરસતા, 7996 પૈકી ફક્ત 491 ખેડૂતો વેચાણ માટે આવ્યાં