ETV Bharat / city

BSF કેમ્પમાં પરિણીતા ઉપર કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું - BSF gujarat# sp gandhinagar#crime news gujarat#etv bharat#

ગાંધીનગરના એક બીએસએફ કેમ્પ ખાતે 28 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મની ઘટના બની છે. કેમ્પસમાં રહેતાં બીએસએફ કોન્સ્ટેબલ એવા આરોપી સામે પરણિતાએ ફરિયાદ નોંધાવી છે.

rape bsf camp in gandhinagar
BSF કેમ્પમાં પરિણીતા ઉપર કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું
author img

By

Published : Apr 23, 2020, 10:26 PM IST

ગાંધીનગરઃ શહેરના એક બીએસએફ કેમ્પ ખાતે 28 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મની ઘટના બની છે. કેમ્પસમાં રહેતાં બીએસએફ કોન્સ્ટેબલ એવા આરોપી સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

કેમ્પસમાં જ દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ તો ચિલોડા પોલીસે આરોપીની ધરપકડ સહિતની પ્રક્રિયા હાથધરી છે. ઘટનાની વિગતો પ્રમાણે એક બીએસએફ કેમ્પમાં રહેતી 28 વર્ષીય પરિણીતા બપોરે 12 વાગ્યાના સુમારે ઘરે એકલી હતી. આ સમયે કેમ્પસમાં જ રહેતો બીએસએફ જવાન એવો રાકેશ ચેતરામ પરિણીતાના ઘરે આવી ચઢ્યો હતો. આરોપીએ ધોળાદિવસે પરિણીતાની એકલતાનો ફાયદો ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

જો કે, આ સમયે પરિણીતાનો પતિ ઘરે આવી ગયો હતો. જેથી તેણે પત્નીને આરોપીની ચુંગલમાંથી છોડાવી હતી. આરોપી રાકેશ ચેતરામ બીએસએફ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ ઘટનાના પગલે ડરી ગયેલી પરિણીતાને પતિએ હિંમત આપતા તેણે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચિલોડા પોલીસે પીડિત પરિણીતાની ફરિયાદના આધારે આરોપી રાકેશ ચેતરામ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. કેસની વધુ તપાસ પીએસઆઈ આર.એમ.ડામોરે શરૂ કરતાં આરોપીની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.