ETV Bharat / city

Make in India: રાજકોટના યુવાનોએ ફેરબી ટેકનોલોજીથી પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવ્યું

કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં વધુ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે.

રાજકોટના યુવાનોએ ફેરબી ટેકનોલોજીથી પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવ્યું

author img

By

Published : May 28, 2021, 8:22 PM IST

  • રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન થશે
  • આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાત(Make In Gujarat)ની નેમ સાકાર કરતું પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રન્ટ્રેટર રાજકોટના યુવાઓએ નિર્માણ કર્યું
  • કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે

ગાંધીનગર: કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં વધુ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રન્ટ્રેટર(Oxygen concentrator) બનાવીને કરી છે. આ મશીનનું ફેરબી ટેકનોલોજીથી રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન થશે.

આ પણ વાંચોઃ અમેરિકાની સંસ્થાઓએ લંબાવ્યો મદદનો હાથ, 250 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા

ગાંધીનગરમાં CM સમક્ષ નિદર્શન કરાયું

રાજકોટના યુવાનોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ફેરબી ટેકનોલોજી પ્રાયવેટ લિમીટેડના યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટરનું ગાંધીનગરમાં નિદર્શન કર્યુ હતું. જેમાં આ યુવાઓને તેમના આ ઇનિશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં મુખ્યપ્રધાને કહ્યું કે, રાજકોટની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાત(Make In Gujarat)ને સાકાર કરશે.

10 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન

CM રૂપાણી સમક્ષ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટન્ટ્રેટરનું નિદર્શન કરતાં મુકેશ વીરડિયાએ જણાવ્યું કે, 10 લીટર પ્રતિ મિનીટનો ઓક્સિજન ફ્લો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે અને તેના દ્વારા એક સાથે 2 દર્દીઓને સારવાર આપી શકાય તે માટે 2 ફ્લો ધરાવતું આ મશીન છે. આ મશીન પ્રાયોગિક ધોરણે 3 દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરી-પરવાનગીઓ મેળવ્યા બાદ જ ફાયનલ પ્રોડક્ટ ટ્રાયલ રન માટે તબીબોને અપાશે.

આ પણ વાંચોઃ વિદેશમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ અમદાવાદની હોસ્પિટલને 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દાન કર્યા

મ્યુકરમાયકોસીસના રોગ બાબતે પણ અભ્યાસ

આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રન્ટ્રેટરમાં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજ જન્ય અન્ય રોગ કે મ્યુકોરમાઇકોસીસ જેવા રોગની સંભાવના આ મશીનના ઉપયોગ બાદ નહિવત છે. CM વિજય રૂપાણીએ આ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.