ETV Bharat / city

Rajkot CP Extortion Money Case: તપાસ અધિકારી DGP વિકાસ સહાય કોરોના પોઝિટિવ - DGP કોરોના પોઝિટિવ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર 75 લાખની કટકીનો આક્ષેપ(Rajkot CP Extortion Money Case) કરવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર રીતે તપાસ હાથ ધરી છે. જેમાં મુખ્ય તપાસ અધિકારી DGP વિકાસ સહાય કોરોના(DGP Development Assistance Corona Positive) પોઝિટિવ આવ્યા છે.

Rajkot CP Extortion Money Case: તપાસ અધિકારી DGP વિકાસ સહાય કોરોના પોઝિટિવ

author img

By

Published : Feb 11, 2022, 6:59 PM IST

ગાંધીનગર : રાજકોટના સખીયા બંધુ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ(Rajkot CP Extortion Money Case) ઉપર 75 લાખની કટકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે ભાજપના ધારાસભ્યો ગોવિંદ પટેલે પણ મુખ્યપ્રધાન સહિત રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પણ પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો હતો ત્યારે રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર રીતે તપાસ હાથ ધરી છે. જેમાં મુખ્ય તપાસ અધિકારી એવા DGP વિકાસ સહાય(DGP Development Assistance Corona Positive) કોરોના પોઝિટિવ આવ્યા છે.

3 દિવસમાં તપાસ કરવાની હતી પૂર્ણ

રાજકોટ પોલીસ કમિશનર નાટક કટકી કાંડ બાબતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને લેખિતમાં ત્રણ દિવસમાં રાજ્ય સરકારમાં કમિટીએ રિપોર્ટ તૈયાર કરીને સોંપવાનો હતો પરંતુ આજે ચાર દિવસ થઈ ગયા છે જેમાં ત્રીજા દિવસના અંતે મુખ્ય તપાસ અધિકારી એવા DGP વિકાસ સહાયને કોરોનાના (DGP corona positive)સામાન્ય લક્ષણો જણાતા તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે અને અત્યારે ઘરે જ સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો તરફ થી ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ Rajkot MLA Letter Bomb : તપાસ કમિટી દ્વારા આજે રાજકોટમાં ત્રણના નિવેદન લેવામાં આવ્યાં

રાજકોટ સીપી થયા હોમ આઇસોલેટ

10 ફેબ્રુઆરીના રોજ રાજકોટ પોલીસ પર થયેલા વિકાસ સહાયે ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને બોલાવ્યા હતા અને ત્યાં તેમની પાસે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી અને આજે 11 ફેબ્રુઆરીના રોજ વિકાસ સહાય કોરોના પોઝિટિવ આવતાં જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ પરિસ્થિતીને ધ્યાનમાં લઈને પોતે પણ હોમઆઇસોલેટ થયા છે.

હવે ક્યારે આવશે રિપોર્ટ

વિભાગ દ્વારા સત્તાવાર રીતે ત્રણ દિવસમાં સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ આપવાની સૂચના આપવામાં આવી હતી અને સમગ્ર તપાસમાં મુખ્ય અધિકારી તરીકે ડીજીપી વિકાસ સહાયની વરણી કરવામાં આવી હતી. પરંતુ વિકાસભાઈ હવે કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અને બંને હોમ આઇસોલેસનમાં છે ત્યારે હવે રાજકોટ પોલીસના કટકી ગાન્ડ નો રિપોર્ટ ક્યારે ગૃહ વિભાગમાં જમા થશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: પોલીસ કમિશનર પર આક્ષેપ મામલે તપાસ કમિટી ટિમના રાજકોટમાં ધામા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.