ETV Bharat / city

Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાને અચાનક ક્યાં કરી રેઇડ, શું જોવા મળ્યું અને કયા ઓફિસરને સસ્પેન્ડ કરી દીધાં જાણો - મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ગાંધીનગર કલેક્ટર ઓફિસમાં રેઇડ

આજે ગાંધીનગર કલેકટર ઓફિસના મહેસૂલ વિભાગમાં મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક (Rajendra Trivedi Surprise Visit) રેઇડ પાડી હતી. તેમણે સર્કલ ઓફિસર સસ્પેન્ડ કરવાનો કેમ નિર્ણય લીધો તે જાણો.

Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાને અચાનક ક્યાં કરી રેઇડ, શું જોવા મળ્યું અને કયા ઓફિસરને સસ્પેન્ડ કરી દીધાં જાણો

author img

By

Published : Apr 28, 2022, 8:09 PM IST

ગાંધીનગર : રાજ્યમાં વિભાગના કામ તાત્કાલિક ધોરણે થાય અને લોકોને હેરાન થવું ન પડે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તામાં આવ્યા બાદ તરત જ ગમે ત્યારે મહેસૂલ વિભાગમાં રેઇડ પાડવાની (Rajendra Trivedi Surprise Visit) જાહેરાત કરી હતી. અગાઉ પણ અમદાવાદ અને સુરતમાં આસપાસ કલેકટર કચેરીએ રેઇડ પાડી હતી. ત્યારે આજે ગાંધીનગર કલેકટર ઓફિસના મહેસૂલ વિભાગમાં (Revenue Minister Rajendra Trivedi raids Gandhinagar Collectorate Revenue Department) અચાનક રેઇડ પાડીને સર્કલ ઓફિસરની કામગીરી પર સવાલ ઉઠાવી તેમને સસ્પેન્ડ (Gandhinagar Circle Officer suspended )કર્યાં છે.

ગાંધીનગર કલેકટર ઓફિસના મહેસૂલ વિભાગમાં મહેસૂલપ્રધાન સાથે વાતચીત

ઓફિસની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત - રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ઇટીવી ભારત ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઓફિસની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત હતી. જ્યાં સર્કલ ઓફિસરે બેસવું જોઈએ ત્યાં એક ત્રાહિત વ્યક્તિ બેઠા હતાં. અધિકારી એક સામાન્ય કારકૂનની જગ્યા ઉપર બેઠા હતાં અને ઓફિસમાં રજૂ થયા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ જે લોકો જ્યાં બેઠા છે ત્યાં જ બેસવાની મેં સૂચના આપી હતી. જ્યારે ગાંધીનગર કલેકટરને કહીને જે સર્કલ ઓફિસર ફરજ પર હતાં તેમને સસ્પેન્ડ (Gandhinagar Circle Officer suspended ) કરવાની સૂચના પણ કલેકટર ઓફિસને આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajendra Trivedi Surprise Visit: માંજલપુર દક્ષિણ ઝોન મામલતદાર-સબ રજિસ્ટ્રાર કચેરીની કરોડોની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પકડી

એક મહિલા અધિકારીએ કરી ફરિયાદ - રાજેન્દ્ર મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગાંધીનગર કલેકટર ઓફિસમાં ફરજ બજાવતા મહિલા અધિકારીએ જ આ બાબતની રૂબરૂમાં આવીને ફરિયાદ કરી હતી. ત્યારે અમુક સચોટ પુરાવા પણ આપ્યા હતાં ત્યારબાદ જ અહીં સરપ્રાઇઝ ચેકિંગ (Rajendra Trivedi Surprise Visit)કરવામાં આવ્યું હતું અને જે રીતના ફોટા હતાં તે જ રીતના દ્રશ્યો ઓફિસમાં જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો- Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાન રીક્ષામાં પહોંચ્યાં વલસાડ મામલતદાર કચેરીએ

જ્યાં ફરિયાદ મળશે ત્યાં રેઇડ થશે - રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કડક શબ્દોમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ કલેક્ટર ઓફિસના મહેસુલ વિભાગની અંદર કોઈપણ પ્રકારની ફરિયાદ મળશે અને તે સચોટ પુરાવા સાથેની ફરિયાદ હશે તો ત્યાં ફરજિયાત રેઇડ (Rajendra Trivedi Surprise Visit)પાડવામાં આવશે. જ્યારે ગાંધીનગર કલેક્ટર કચેરીની બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મને જ્યારે આ ફરિયાદ મળી ત્યારે આજે આવવાનું નક્કી કર્યું હતું અને કલેકટર ઓફિસની બહાર દૂર મેં ગાડી ઊભી રાખી હતી અને મારી જોડે જે ગનમેન હોય છે તેને પણ દૂર રાખ્યા હતાં. મેંસામાન્ય વ્યક્તિની જેમ જ કલેકટર કચેરીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ મહેસૂલ વિભાગની કચેરીમાં ગયો હતો અને ત્યાં પરિસ્થિતિ અસ્તવ્યસ્ત જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.