- નીતિન પટેલે કેટલાક ખુલાસા કર્યા
- રાજ્યસભાની ચૂંટણી સમયે કેટલાક કોંગ્રેસના નેતાઓએ ભાજપના ધારાસભ્યોને કરી હતી મોટી ઓફર
- ગુજરાતના કોંગ્રેસ નેતાઓથી નારાજ હોઇ શકે છે રાહુલ ગાંધી
ગાંધીનગર : રાજ્યમાં 3 નવેમ્બરના રોજ વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને સરકાર પર કરેલા આક્ષેપો બાદ રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે, એટલે જ તેઓ ગુજરાત પ્રવાસે આવતા નથી.
- નીતિન પટેલે આપ્યો અમિત ચાવડાને જવાબ
કેબિનેટ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમિત ચાવડા નિવેદન પર પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ફક્ત પાયાવિહોણા આક્ષેપો કરે છે. જ્યારે કોંગ્રેસની જૂથબંધી અને આંતરિક પરિબળો પરિબળોથી ખુદ કોંગ્રેસના ધારાસભ્યો જે ત્રાસી ગયા હતા એટલે જ તેમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જ્યારે રાજીવ શુક્લાને રાજ્ય સભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા, ત્યારે કેટલાક ધારાસભ્યોએ બળવો કરી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવાની માંગણી કરી હતી, તે પણ કોંગ્રેસને યાદ હોવું જોઈએ. જ્યારે રાજ્યસભાની ચૂંટણી સમયે કેટલાક કોંગ્રેસના નેતાઓએ ભાજપના ધારાસભ્યોને કોંગ્રેસ તરફી વોટ કરવાની ઓફર પણ કરી હતી. તે પણ અમારા ધ્યાન પર છે. જ્યારે આ સમગ્ર ઘટના ભાજપ અને સરકારના ધ્યાનમાં છે. ત્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, સવાલમાં કે સરકાર આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે કેમ એ બાબતે જવાબ આપવાાનું ટાળ્યું હતું.
- કોંગ્રેસ પોતાના અધઃપતન તરફ જઈ રહી છે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપના ધારાસભ્યોને કોંગ્રેસ તરફી વોટ કરવા માટેની ઓફર કરી હતી. મોટી રકમની ઓફર હોવા છતાં ભાજપના એક પણ સભ્ય કોંગ્રેસને વશ થયા ન હતા. જ્યારે હવે કોંગ્રેસ પોતાના અધઃપતન તરફ જઈ રહી છે.
- ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે રાહુલ ગાંધી?
વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, તેવી પણ વાતો વહેતી થઇ હતી. પરંતુ અચાનક તેમનો પ્રવાસ રદ્દ થયો છે. ત્યારે નીતિન પટેલ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પોતે પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે, એટલે જ તેમને ગુજરાત પ્રવાસ કરતા નથી. આમ જે પક્ષના મુખ્ય નેતાઓ અને આગેવાનો જ નારાજ હોય ત્યારે ગુજરાતની પ્રજા કોંગ્રેસથી ક્યાં રાજી છે? તેવા પણ પ્રશ્નો નીતિન પટેલે ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો - અમિત ચાવડાનો પાટીલ પર પ્રહાર, કહ્યું- ભાજપ પ્રમુખ જે કાંઈ બોલો તે પહેલા દિલ્હી સ્કિપટ મંજૂર કરાવી લેવી
ભાજપ પ્રમુખ પાટીલે તો કોંગ્રેસ મુક્ત ભાજપ અને કોંગ્રેસ નેતાઓનાં ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સી.આર પાટીલને સલાહ આપતા કહ્યું હતું કે, ભાઉ બોલે તે પહેલા દિલ્હીથી મંજૂરી લઈ લે, તે ખાલી વાતો કરે છે તેમનું કંઇ ચાલતું નથી.