ETV Bharat / city

"પાંચ વર્ષ નારી ગૌરવના'' : રાજ્ય સરકાર મહિલાના હિતમાં કરશે મહત્વની જાહેરાત... - Rupani government to showcase vikas over 5 yrs

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા 1થી 9 ઓગસ્ટ દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઉજવણીના ચોથા દિવસે આજે બુધવારે મુખ્યપ્રધાન રૂપાણી ( CM Vijay Rupani ) દ્વારા "પાંચ વર્ષ નારી ગૌરવના'' અંતર્ગત મહિલા સન્માન તથા ઉત્કર્ષ માટે ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ દરમિયાન રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવે પણ ઉપસ્થિત રહેશે.

વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ
વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ
author img

By

Published : Aug 4, 2021, 6:15 AM IST

  • રાજ્યમાં 4 ઓગસ્ટના દિવસે થશે મહિલા દિનની ઉજવણી
  • 5 વર્ષની ઉજવણી બાબતે રાજ્યમાં મહિલા થીમ પર થશે ઉજવણી
  • જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતનું વધુ એક પગલું "વ્હાલી દીકરી યોજના"

ગાંધીનગર : "પાંચ વર્ષ નારી ગૌરવના'' ની થીમ આધારિત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવે 4 ઓગષ્ટના રોજ ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. રાજ્યની 10,000 જેટલી મંડળોની 1 લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

108 જેટલા કાર્યક્રમ યોજાશે

શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 5-5 હજાર આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે. તદ્દઉપરાંત મુખ્યપ્રધાનના હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરવામાં આવશે.

આ પણ વાંચો: PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો

બજેટમાં 3511 કરોડની જોગવાઈ

સમગ્ર રાજયમાં જ્યારે મહિલાઓની સંખ્યા 50 ટકા જેટલી હોય, ત્યારે તેમના માટેનું બજેટ પણ મહત્વનું બની જતું હોય છે. ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની નિર્ણાયક સરકારે મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવવા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં 50 ટકા મહિલા અનામતની જોગવાઇ કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરી છે.

વ્હાલી દીકરી યોજનામાં સહાય

જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગળ પગલુ ભરી ''વ્હાલી દીકરી યોજના'' લાગુ કરી છે. આ યોજના દીકરીના જન્મ વેળાએ માતા-પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશીયો જાળવવાની દિશામાંનું પગલું છે. જે અંતર્ગત રૂપિયા 2 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને પ્રથમ 2 દીકરી માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 59 હજાર જેટલા પરિવારોને 22 કરોડ રૂપિયાથી વધુ સહાય આ યોજના હેઠળ મળી છે. ધોરણ 1માં પ્રવેશ લેતી કન્યાને 4000 રૂપિયા ધોરણ ૯માં પ્રવેશ લેતી કન્યાને 6000 રૂપિયા અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા 18 વર્ષની ઉંમરે લગ્ન વખતે 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, બજેટ ૨૦૨૧-૨૨ માં 867 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે. આ પૈકી, 189 જેટલી યોજનાઓ સંપૂર્ણપણે મહિલાલક્ષી છે, જેમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 5112.88 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે.

ગંગા સ્વરૂપ પુન:લગ્ન યોજના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના જન્મદિવસે સંવેદનાસભર જાહેરાત કરી હતી, જેમાં રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે "ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના'' અંતર્ગત રાજ્ય સરકાર 50 હજાર રૂપિયા આપશે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગંગા સ્વરૂપા બહેનોને ડીબીટી મારફત સહાય ચૂકવવામાં આવે છે. વિધવા બહેન જો પુન: લગ્ન કરે તો તેને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે માટે વર્ષ 2021-22 ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે 3 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા, સગર્ભા માતાની તંદુરસ્તીની ચિંતી કરી છે. ગુજરાત એક માત્ર રાજ્ય છે, જેમાં ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ઘરે લઇ જવા ટેક હોમ રેશન (THR) આહાર આપવામાં આવે છે. ટેક હોમ રેશન (THR) માટે આગામી વર્ષના બજેટમાં 500 કરોડ રૂપિયા જેટલી જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાન મોદીએ કહ્યું- "રાજકોટનું ઋણ ક્યારેય નહીં ભુલાય"

અભ્યામ હેલ્પલાઇનની શરૂઆત

વર્ષ 2018-19માં 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનની નવી મોબાઈલ એપ્લીકેશન લોંચીંગ કરવામાં આવી. જેમાં હિંસાથી પીડીત મહિલાઓને જરૂરી માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહશે. અત્યાર સુધીમાં 8 લાખ 25 હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવી છે. તેમજ 1 લાખ 66 હજાર મહિલાઓને રેસ્ક્યુ વાનની સેવા પુરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષના બજેટમાં આ અંગે 11.50 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

આત્મનિર્ભર મહિલાનું આયોજન

રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને, કુટુંબના આર્થિક વિકાસમાં ફાળો આપી શકે તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં લાવવામાં આવેલી છે. છેલ્લા 3 વર્ષમાં 2579 બહેનોને 9,67,48,690 રૂપિયાની લોન તથા 3,04,31,089 રૂપિયાની સબસીડી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.