- વોર્ડ નંબર 10માં જોવા મળી જુદી-જુદી સમસ્યાઓ
- રખડતા ઢોર અને સ્વચ્છતાનો અભાવ
- ચોમાસામાં સોસાયટીઓમાં ભરાય છે પાણી
ગાંધીનગર : ગાંધીનગરનો વોર્ડ નંબર 10 મહત્વનો વોર્ડ માનવામાં આવે છે. જ્યાં 30 હજારથી પણ વધુ મતદારો છે. ખાસ કરીને ચોમાસામાં અહીં પાણી ભરાવવાની સમસ્યા સામે આવતી હોય છે. આ ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને ETV BHARAT સાથે અહીંના રહેવાસીઓએ તેમની બેઝિક તેમજ છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળેલી કેટલીક સમસ્યાઓ જણાવી હતી.
વોર્ડ નંબર 10ની આ છે કેટલીક મુખ્ય સમસ્યાઓ
ગાંધીનગર વોર્ડમાં જુદી સમસ્યા સામે આવી હતી. જેમાં ઓછા ફોર્સથી પાણી આવવું જેના કારણે અહીંની મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પાણી તો આવે છે પરંતુ જે રીતે ફુલ ફોર્સથી આવવું જોઈએ તે નથી આવતું. જેના કારણે પાણી ઓછું મળી રહ્યું છે. આ ઉપરાંત વરસાદમાં સેક્ટરોમાં પાણી ભરાઈ જાય છે, તેનો નિકાલ થતો નથી. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરોના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો રોગચાળો પેદા થાય છે. આ વિસ્તારોમાં સાફ-સફાઇનો પણ અભાવ હોવાથી રોડ રસ્તા પર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. રસ્તા પર જ્યાં વાહનો અને લોકોની અવરજવર વધુ હોય છે, ત્યાં જ રખડતાં ઢોરનો પણ ત્રાસ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો. રસ્તાઓ તોડ્યા બાદ સમારકામ નથી થયું.
વોર્ડ નંબર 10ની સમસ્યાનો ઉકેલ
અત્યારે ગાંધીનગર કોર્પોરેશનની અંદર સુકો અને ભીનો કચરો અલગ કરવામાં આવતો ના હોવાથી ઉઠાવવામાં આવી રહ્યો નથી, પરંતુ લોકોનું કહેવું છે કે, અમને સૂકા અને ભીના કચરા માટે અલગ ડસ્ટબિન આપવામાં આવે છે. સુકો અને ભીનો કચરો એક જ કચરાપેટીમાં ઠલવાયો હોવાથી કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો નથી. જાહેર રસ્તા પર કચરો સાફ કરવામાં નથી આવતો. યોગ્ય ગટર વ્યવસ્થા ના હોવાથી વરસાદ પડતાં પાણી દિવસો સુધી ભરાઈ રહે છે. જેથી ગટર વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવે. પાણી ઓછા ફોર્સથી આવે છે કેમ કે વર્ષો પહેલા સિસ્ટમ નાખવામાં આવી હતી, પરંતુ જ્યારે વસ્તીની સંખ્યા ઓછી હતી, અત્યારે સંખ્યા વધુ હોવાથી આ સિસ્ટમમાં પણ સુધારો કરવાની જરૂર છે. રોડ રસ્તા પર બાઉન્ડ્રી કરવામાં આવે છે, જેના કારણે રખડતા ઢોર ઘરો સુધી પહોંચે છે.
મુખ્ય એરિયાઓ :
સેક્ટર 6, સેક્ટર 7, સેક્ટર 8, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ, ઇન્દ્રોડા વિસ્તાર.
ઉમેદવારોની સંખ્યા :
પુરૂષ ઉમેદવારોની સંખ્યા 15,306
મહિલા ઉમેદવારોની સંખ્યા 14,179
ટોટલ ઉમેદવારો 30,068
આ પણ વાંચો- ગાંધીનગર વૉર્ડ નંબર 8ના મતદારોએ કહ્યું, ક્યાંક પાણી મુદ્દે આંદોલન ના કરવું પડે
આ પણ વાંચો- ગાંધીનગર વોર્ડ નંબર 6 ની સમસ્યા અને તેનો ઉકેલ