ETV Bharat / city

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીએ ગુજરાતની મુલાકાતે આવશે - Modi Gujarat Visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે દેવદિવાળીના દિવસે કચ્છમાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવીમાં એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આમ 30 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજીવાર ગુજરાત આવી રહ્યા છે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીએ ગુજરાતની મુલાકાતે આવશે

author img

By

Published : Nov 11, 2020, 4:48 PM IST

  • 30 દિવસમાં બીજી વખત પીએમ મોદી ગુજરાત આવશે
  • કચ્છમાં બે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
  • રણોત્સવમાં પણ જાય તેવી સંભાવના
  • 30-31 ઓકટોબરે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા

ગાંધીનગરઃ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓકટોબરે ગુજરાત આવ્યા હતા. પીએમ મોદી નવી દિલ્હીથી સીધા અમદાવાદ આવી ગાંધીનગરમાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને સંગીતકાર બેલડી મહેશ નરેશના અવસાન પછી શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘેર ગયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાંથી તેઓ કેવડિયા કોલોની ગયા હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 17 જેટલા પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. 31 ઓકટોબરે એકતા પરેડમાં ભાગ લીધો હતો અને સી પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી રવાના થયા હતા.

વિશ્વના સૌથી મોટો એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે

હવે 30 દિવસમાં બીજી વખત પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. મોદી કચ્છ ભૂજની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે. તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપને આપવા બદલ મતદારોનો આભાર પણ માનશે. પીએમ મોદી કચ્છના સફેદ રણમાં રણોત્સવમાં પણ જાય તેવી સંભાવના છે.

પીએમ મોદી દેવદિવાળીના દિવસે નવી દિલ્હીથી સીધા કચ્છ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. પીએમ મોદી દેવદિવાળીના દિવસે નવી દિલ્હીથી સીધા કચ્છ આવશે અને કચ્છ ભૂજમાં બે કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.