- કલોલના પૂર્વ વિસ્તારમાં ફેલાયો રોગચાળો
- દૂષિત પાણી (Polluted water) પીવાથી 3 લોકોના થયા મોત
- મૃત્યુ પામનારા 3માંથી 2 બાળકો છે
- દૂષિત પાણી (Polluted water)થી બીમાર થયેલા લોકોને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
ગાંધીનગરઃ કલોલના પૂર્વ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન (Water pipeline) સાથે દૂષિત પાણી ભળી જતા તે દૂષિત પાણી (Polluted water) પીવાથી રોગચાળો ફાટી નીકળ્યો હતો. જોકે, નગરપાલિકાએ દૂષિત પાણી (Polluted water) ક્યાંથી આવી રહ્યું છે અને પાઈપલાઈનના લીકેજ (Leakage of pipeline) શોધવાની કામગીરી હાથ ધરી છે. નગરપાલિકાએ પાઈપલાઈન (Pipeline)માંથી 5થી 7 જેટલા લીકેજ સામે આવ્યા છે, જેના કારણે શ્રેયસ સોસાયટી (Shreyas Society) પાસેના છાપરામાં રહેતા કિશોર દાંતાણીના પૂત્ર કરણ દાંતાણીનું મોત થયું હતું. આ બંને પિતા પૂત્રને ઝાડા, ઉલ્ટી પણ થયા હતા. આ ઉપરાંત 5 વર્ષની એક બાળકી સીમર મારવાડીનું પણ આ જ કારણે મૃત્યુ થયું છે, જેણે હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. જ્યારે દૂષિત પાણી પીવાથી બીમાર થઈ ગયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લાના કઠોર ગામમાં દૂષિત પાણી પીવાથી 6 લોકોના મોત
સિવિલ હોસ્પિટલમાં 15થી 20 દર્દી એડમિટ કરાયા બાકીના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે
ઝાડા ઉલ્ટીના કેસના કારણે અત્યારે કલોલની હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ 15થી 20 જેટલા માત્ર સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં જ દાખલ છે. જ્યારે બાકીના ખાનગી હોસ્પિટલ (Private Hospital) તો કેટલાક ઘરે સારવાર લઈ રહ્યા છે. જોકે, હજી પણ આ આંકડો વધવાની શક્યતા રહેલી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા સરવેની કામગીરી ચાલી રહી છે. દવાઓના પેકેટ ઘરે ઘરે વિતરણ કરવામાં આવી રહ્યા છે. જોકે, આ પણ એક ગંભીર બેદરકારી કહી શકાય, જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ રોગચાળાના કારણે ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ વર્ષોથી દૂષિત થઇ રહી છે નવસારીની લોકમાતા નદી પૂર્ણા, તંત્રના આંખ આડા કાન
અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી બંધ કરી ટેન્કરથી પાણી આપવાની કામગીરી શરૂ કરાઈ
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, લીકેજ થવાના કારણે તેમાં ગટરનું કે કેમિકલનું પાણી મિક્સ થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, આ સ્થિતિને કાબૂમાં લેવા અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન બંધ કરાવી ટેન્કરથી પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિનું અત્યારે આરોગ્ય વિભાગ નિરીક્ષણ કરી રહ્યું છે. તેમ જ અન્ય લીકેજ શોધવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. આ કાર્યમાં અત્યારે પાલિકાના ચીફ ઓફિસર અને કલોલ આરોગ્યની ટીમના તબીબ અને પોલીસ પણ સહાયતા માટે જોડાઈ છે. આરોગ્ય ટીમની પાંચથી વધુ ટીમ આ દિશા તરફ કામ કરી રહી છે.