ETV Bharat / city

બેરોજગારોનો મસીહા યુવરાજસિંહ પોલીસ જોઈ સત્યાગ્રહ છાવણીમાં ફરક્યા જ નહીં..! - યુવરાજ'સિંહ'

ગાંધીનગર રાજ્યમાં અનલોક-2 ચાલી રહ્યું છે. જેની સાથે જ હવે આંદોલનો શરૂ થઈ રહ્યાં છે. ગૌણ સેવા મંડળ દ્વારા 15 ઓગસ્ટ પહેલા કોઈ પરીક્ષાઓ લેવાની નથી, તેવું જાહેર કરવામાં આવી છે. જેને લઈને હવે રાજ્યના શિક્ષિત બેરોજગારો આંદોલન શરૂ કરી રહ્યાં છે, ત્યારે આજે મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણીમાં બેરોજગારો ઉપસ્થિત થવાના હતાં.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 6, 2020, 2:02 PM IST

ગાંધીનગર: બિન સચિવાલય આંદોલનને સફળ બનાવનાર યુવરાજસિંહની આગેવાનીમાં આંદોલનને મોટું સ્વરૂપ આપવાનું હતું, પરંતુ મોટી સંખ્યામાં ગાંધીનગર શહેરમાં પોલીસ ઉતારી દેવામાં આવતા કોઈ બેરોજગાર યુવાનો સત્યાગ્રહ છાવણીમાં ફરકયા નથી. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે, ત્યારે બિન સચિવાલય આંદોલનને સફળ બનાવનાર યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ફરીથી એક મોટું આંદોલન શરૂ કરવાના પણ આપવામાં આવ્યા હતાં.

આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી રાજ્યના શિક્ષિત યુવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આહવાન કરવામાં આવ્યું હતું.

  • આ આંદોલન સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સફળ રહ્યું હતું
  • જેને લઈને આજે ગાંધીનગર ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
  • પોલીસને આ બાબતની પહેલેથી જ ખબર થઈ જતા એક મોટો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
  • યુવાનો ગાંધીનગર સુધી પહોંચે તે પહેલાં જ પોતાના નિવાસસ્થાનેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
    બિન સચિવાલય આંદોલનને સફળ બનાવનાર યુવરાજ સિંહની આગેવાનીમાં આંદોલન

યુવાનો જે જિલ્લામાં રહેતા હોય ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેની સાથે જ તેમના માતા-પિતા પાસેથી બાહેધરી પત્રક પણ લખવામાં આવ્યું હતું. જેને લઈને યુવાનો ગાંધીનગર સુધી પહોંચે તે પહેલાં જ પોતાના નિવાસસ્થાનેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

બીજી તરફ ગાંધીનગર શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો ને પોલીસ દ્વારા બેરીકેટ મૂકીને બંધ કરવામાં આવ્યા હતાં, જેની સાથે જે લોકો પ્રવેશ કરતા હતા. તેમની તપાસ કરવામાં આવી રહી હતી. બસમાં પણ પોલીસ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનોને તપાસવામાં આવતાં હતા. ગાંધીનગર શહેરમાં SP, DYSP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલ સહિત લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના 1500 જેટલા કર્મચારીઓની ફોજ ઉતારી દેવામાં આવી હતી. જેને લઇને આંદોલનનું સ્વરૂપ આપવાનો ઇચ્છતા હતા તેવા આગેવાનો અને શિક્ષિત બેરોજગારો સત્યાગ્રહ છાવણી સુધી પહોંચી શકવામાં નિષ્ફળ રહ્યા હતા.

પોલીસ દ્વારા ગાંધીનગર શહેરમાં સેક્ટર-6 મીનાબજાર અને જ્યાં શિક્ષિત બેરોજગારોનું ટોળું થઈ શકે તેવા બજારોને પણ બંધ કરાવવામાં આવ્યા હતાં. બીજી તરફ પોલીસે અગાઉથી જ કેટલાક આગેવાનોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી બાહેધરી પત્રક લખાવી લેવામાં આવ્યા હતાં, જેને લઈને આજે એક પણ આગેવાન પોલીસના ડરથી ફરકયો નહોતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.