ETV Bharat / city

પ્રતિબંધ છતાં ગાંધીનગરમાં ચાલતું હુક્કાબાર, પોલીસે 11 યુવાનોની કરી ધરપકડ

ગાંધીનગર પોલીસને મળેલી માહિતીના આધારે કોબા પાસે હુક્કાબારમાં રેડ પાડી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા 11 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે હુક્કાબારમાંથી પાલીસે જુદી જુદી ફ્લેવર પાઇપ સહિત કુલ 49 હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

પ્રતિબંધ છતાં ગાંધીનગરમાં ચાલતું હુક્કાબાર

author img

By

Published : Jun 19, 2021, 6:38 PM IST

  • રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા પણ ધમધોકાર ચાલે છે હુક્કાબાર
  • ગાંધીનગરમાંથી પોલીસે ઝડપ્યું હુક્કાબાર
  • પોલીસની કાર્યવાહીમાં 11 જેટલા નબીરાઓની ધરપકડ

ગાંધીનગર: રાજ્યનું યુવાધન બરબાદ ન થાય તે માટે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં હુક્કાબાર પર પ્રતિબંધ લગાવતો કાયદો ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાજ્યમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ પાડીને તમામ હુક્કાબારો બંધ કરાવ્યા હતા. પરંતુ, તેમ છતાં પણ અનેક જગ્યાએ ખાનગી રાહે ભુર્ગભમાં હુક્કાબાર ચાલતા હતા. જે છેલ્લા કેટલાય સમયથી પોલીસની બીકના કારણે બંધ હતા. પરંતુ, કોરોનામાં પોલીસ વ્યસ્ત હોવાનો લાભ લઈને અમુક અસામાજિક તત્વો દ્વારા હુક્કાબાર ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાં, આજે શનિવારે ગાંધીનગર પોલીસને મળેલી માહિતી પ્રમાણે કોબા પાસે હુક્કાબારમાં રેડ પાડીને 11 યુવાઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાને ક્યારનું કોંગ્રેસમાં આવું છે, પણ નિર્ણય હાઇ કમાન્ડ પર આધારિત : કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

ગાંધીનગરના કોબા પાસે ચાલતો હતો હુક્કાબાર

ગાંધીનગર SOGને મળેલી માહિતી પ્રમાણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા કોબા સર્કલ નજીક સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં હુક્કાબાર ચાલતું હતું. જેમાં, બાતમીને આધારે પોલિસે રેડ પાડી હતી અને હુક્કાબારમાં હુક્કાની મજા માણી રહેલા 11 નબીરાઓની પોલીસે તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

49 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર SOG એ હુક્કાબારમાં રેડ દરમિયાન અમદાવાદના 3, ગાંધીનગરના 4 યુવાનોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, હુક્કાબારમાંથી જુદી જુદી ફ્લેવર પાઇપ સહિત કુલ 49 હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: GSHSEBનો નિર્ણય : 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે

હુક્કાબારએ ક્રાઈમ વધારવાની જગ્યા

ઉલ્લેખનીય છે કે, ઘણા અંશે ક્રાઈમ રેટમાં વધારો હુક્કાબારના કારણે થતો હોય છે. ભૂતકાળમાં અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સગા ભાઈ બહેનને દેવું થઈ જતાં 14 કિલો સોનાની ચોરી કરી હતી. આમ, સોનાની ચોરી માટેનો પ્લાન પણ હુક્કાબારમાંથી ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ રાજ્ય સરકારે હુકકબાર પર પ્રતિબંધ લગાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.