ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉનાવા ગામ ખાતે ચાલતાં જુગારખાનાં પર ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે ઉનાવા ગામની સીમ ખાતે પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ ડાભીના તબેલાની બાજુમાં આવેલ ઓરડીમાં કે.સી.પટેલ પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાડતાં હતાં. પોલીસે રેડ પાડતા આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડયાં હતાં. જ્યારે આ જુગારના અડ્ડા ચલાવવામાં મદદ કરનાર પોલીસના જ કર્મચારી એવા અને પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જશપાલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ અને ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ઘનશ્યામસિંહ વાઘેલાને ગાંધીનગર પોલીસ દ્વારા વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યાં છે.
![પેથાપુરમાં પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહના જુગારના અડ્ડા પર રેઇડ, કોન્સ્ટેબલ વોન્ટેડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8076325_jugar_7204846.jpg)
વોન્ટેડ આરોપી એવા યશપાલસિંહ રાઠોડ અને ઘનશ્યામસિંહ વાઘેલા કે જે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પરંતુ આ જુગારના અખાડામાં તેઓનો મહત્વનો ફાળો છે. આ બાબતે ડીવાયએસપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે કમલેશ પટેલ તથા સંભુભાઈ તમારી સાથે ઘનશ્યામસિંહ વાઘેલા અને જયપાલસિંહ રાઠોડે તમામ લોકો ભેગા મળીને એકબીજાની મદદગારીથી પોતાના અંગત ફાયદા માટે જુગારના અડ્ડાઓ ચલાવતાં હતાં જેમાં ચારેય વોન્ટેડ આરોપીઓ એકબીજાની મદદગારીથી પેથાપુર ચોકડી ખાતે ખેલીઓને બોલાવી તેમની પાસેથી રોકડા રૂપિયા લઈને તેના બદલામાં કોઈન આપી ખેલીઓને ઈકો ગાડીમાં બેસાડી ઉનાવા ખાતેના જુગારખાનેે લઈ જતાં હતાં.