ETV Bharat / city

PM મોદી 15 ડિસેમ્બરે કચ્છ આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે: વિજય રૂપાણી

author img

By

Published : Dec 3, 2020, 7:55 PM IST

PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની વિગતો જાહેર કરતા CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી 15 ડિસેમ્બરે કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.

પીએમ મોદી 15 ડિસેમ્બરે કચ્છ આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક અને ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન કરશે : વિજય રૂપાણી

  • PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે
  • 2 મહિનામાં ત્રીજી વખત ગુજરાત આવશે PM મોદી
  • 14 અને 15 ડિસેમ્બરના દિવસે કચ્છના પ્રવાસે
  • સોલાર વિન્ડ પાર્કનું ભૂમિપૂજન

ગાંધીનગર: શહેરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં વિગતો આપતાં CM વિજય રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વિન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

સીએમે આપી માહિતીઃ 14 અને 15 ડિસેમ્બરના દિવસે કચ્છના પ્રવાસે પીએમ

નવા વિકાસના કામોનું લોકાર્પણ

CM રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનના હસ્તે શરૂ કરી રહ્યાં છીંએ. જેમાં સી-પ્લેન, રો-પેક્સ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા 2 પ્રોજેકટસનું PM મોદીના હસ્તે ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.