ETV Bharat / city

પીએમ મોદી કરશે લોકાર્પિત, ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ મોઢેરા જ્યાં સૂર્યમંદિરનું સોલરાઇઝેશન કેવું થયું જૂઓ

પીએમ મોદી ગુજરાત પ્રવાસે ( PM Modi Gujarat Visit ) આવી રહ્યાં છે. ત્યારે તેઓ 9 ઓક્ટોબર 2022ના રોજ ( PM Modi in Modhera on 9 October ) મોઢેરાને ભારતનું પ્રથમ ( Indias first Solar Powered Village ) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ ( Solar Powered Village ) તરીકે પણ ઓળખાશે.

પીએમ મોદી કરશે લોકાર્પિત, ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ મોઢેરા જ્યાં સૂર્યમંદિરનું સોલરાઇઝેશન કેવું થયું જૂઓ
પીએમ મોદી કરશે લોકાર્પિત, ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ મોઢેરા જ્યાં સૂર્યમંદિરનું સોલરાઇઝેશન કેવું થયું જૂઓ
author img

By

Published : Oct 7, 2022, 4:27 PM IST

ગાંધીનગર પીએમ મોદી ગુજરાત પ્રવાસે ( PM Modi Gujarat Visit ) આવવાના છે તેમાં 9 ઓક્ટોબર 2022ના દિવસે ( PM Modi in Modhera on 9 October ) મોઢેરા સૂર્યમંદિર વિકાસ અને સોલાર સિસ્ટમના કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જી ( Renewable Energy ) ના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે

પ્રોજેક્ટ વિશે મહત્ત્વની વાત ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 બાય 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન (Solarization of Sun Temple ) શરૂ કર્યું હતું.જે હવે ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ મોઢેરા ( Indias first Solar Powered Village ) તરીકે ઓળખાશે

જમીનની ફાળવણી ગુજરાત સરકારે સૌર ઊર્જા સંચાલિત ગામના આ પ્રોજેક્ટના ( Solar Powered Village ) વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50 50 ટકાના ધોરણે 80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. એટલે કે પ્રથમ તબક્કામાં 69 કરોડ અને બીજા તબક્કામાં 11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

ગામમાં ઘરો પર રુફટોપ સોલાર 1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ મોઢેરાના ઘરો પર ( Rooftop Solar System in Modhera ) સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. જ્યારે સાંજે BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ મોઢેરાના ઘરો પર

પ્રોજેક્ટની વિશેષતાઓ આ પ્રોજેક્ટ દ્વારા, મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બનશે જે નેટ રિન્યુએબલ એનર્જી ( Renewable Energy ) ઉત્પન્ન કરશે. વધુમાં સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા મોર્ડન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ધરાવતું તે પ્રથમ આધુનિક ગામ બન્યું છે. અહીં ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે તેમ જ લોકોને વીજળીના બિલમાં 60થી 100 ટકા સુધીની બચત થશે

સૂર્યમંદિરનું સોલરાઇઝેશન સૂર્યમંદિરમાં હેરિટેજ લાઇટિંગ્સ અને 3ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15થી 18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3ડી પ્રોજેક્શન દરરોજ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

ગ્રામજનો ખુશ છે, સૌના બિલ ઝીરો થઇ ગયા છે સૌર ઊર્જાના ઉપયોગથી નાગરિકોમાં સમૃદ્ધિ વધી છે. પહેલા બિલ 1 હજારથી વધારે આવતું હતું એ હવે ઝીરો થઇ ગયું છે. બધા ઘરની ઉપર કોઈપણ જાતના ખર્ચા વિના સોલાર પેનલ લગાવવામાં આવી છે. અમારી વીજળી જમા થાય તો અમને વધારાના પૈસા પણ આપવામા આવે છે તેમ મોઢેરાના સરપંચ જતનબેન ઠાકોરે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.