ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે (શનિવારે) બીજો (PM Modi Gujarat Visit) દિવસ છે. ત્યારે આજે સતત બીજા દિવસે વડાપ્રધાને રોડ શૉ (PM Modi Road Show) યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગાડીમાં બેસી અડધો કિલોમીટર સુધી લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. ત્યારબાદ તેઓ ખૂલ્લી જીપમાં બેસી રોડ શૉ (PM Modi Road Show) કર્યો હતો. આ વખતે તેમની આ જીપમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળતા અનેક તર્કવિતર્ક (PM CM together Road Show) સર્જાયા છે. વડાપ્રધાન અને મુખ્યપ્રધાન એક જ જીપમાં રોડ શૉ કરી દહેગામ પહોંચ્યા હતા.
આ પણ વાંચો- Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભે કેવી રીતે રમતવીરોને આપ્યો સરળ માર્ગ, જાણો શું રહ્યો ઇતિહાસ
મુખ્યપ્રધાન વડાપ્રધાનની નજીકના વ્યક્તિ છે તે દેખાઈ આવ્યું--- સામાન્ય રીતે વડાપ્રધાન રોડ શૉ કરતા હોય ત્યારે ફક્ત તેઓ જ ગાડીમાં હોય છે, પરંતુ આ વખતના રોડ શૉમાં (PM CM together Road Show) વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે, મુખ્યપ્રધાન વડાપ્રધાનની ખૂબ જ નજીકના વ્યક્તિ છે. એટલે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યપ્રધાન બને તો નવાઈ નહીં. બીજી તરફ એવું પણ લાગી રહ્યું છે કે, આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે મુખ્યપ્રધાનનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ હોઈ શકે છે. મુખ્યપ્રધાનને પોતાની સાથે રાખી વડાપ્રધાન ક્યાંક ને ક્યાંક સીધો સંદેશ પણ પ્રજાને આપવા માગી રહ્યા હોય તે પ્રકારે લાગી રહ્યું હતું. જોકે, નવા પ્રધાનમંડળના નવા મુખ્યપ્રધાન પર વડાપ્રધાનના સીધા જ આશીર્વાદ રહેલા છે. તે બાબત આંખે ઊડીને જોવા મળી હતી.
વડાપ્રધાને કારમાં બેસી અડધો કિમી સુધી લોકોનું અભિવાદન ઝિલ્યું--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શનિવાર) મોટા ચિલોડાથી પોતાની જ કારમાં બેસી અડધો કિલોમીટર સુધી લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. આજે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર ફૂલનો હાર લઈને વડાપ્રધાનને મળવા તેમના કાફલા નજીક પહોંચ્યા હતા, જ્યાં મોદીએ તેમનું અભિવાદન ઝિલ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો- PM Modi Gujarat Visit: PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશને કરી અર્પણ, જાણો આ યુનિવર્સિટી વિશે
પહેલા દિવસે એરપોર્ટથી કમલમ્ સુધીનો રોડ શૉ કર્યો--- ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન પહેલા દિવસે જ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ્ સુધી રોડ શૉ યોજ્યો હતો. ત્યારબાદ તેઓ કમલમમાં બેઠક યોજી રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ વડાપ્રધાન અમદાવાદ GMDC ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.