ETV Bharat / city

PM Modi Gujarat Visit: જાણો શું છે દેશનું પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર જેની PM મોદી કરશે મુલાકાત - શાલા પ્રવેશોત્સવ ગુજરાત

PM મોદી 18 એપ્રિલના (PM Modi Gujarat Visit) ગાંધીનગરમાં આવેલા દેશના પહેલા સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની મુલાકાત લેશે. અહીં મોનીટરીંગ સાથે લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી શિક્ષકો અને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

જાણો શું છે દેશનું પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર જેની PM મોદી 18 એપ્રિલના કરશે મુલાકાત

author img

By

Published : Apr 15, 2022, 7:29 PM IST

Updated : Apr 15, 2022, 8:36 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ગાંધીનગર ખાતે આવેલા દેશના સર્વપ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર (school of excellence center gandhinagar)ની મુલાકાત લેવાના છે. સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ (gujarat state education department) દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ સેન્ટર.

સ્કૂલ ઓફ એક્સેલન્સની કામગીરી- ગુજરાત રાજ્યમાં 54 હજાર જેટલી શાળાઓ (Schools In Gujarat)માં આશરે 5 લાખ શિક્ષકો અને 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગમાં (Government employees in education department Gujarat) આશરે અઢી લાખ કરતા વધારે સરકારી કર્મચારીઓ કાર્યરત છે, જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51 ટકા જેટલા છે. આ તમામ કર્મચારીઓના અચાનક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

2 અત્યાધુનિક મોનીટરીંગ રૂમ- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (command and control center gandhinagar)માં 2 અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબદ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યમાં BRC CRC જિલ્લાના અને તાલુકાના શિક્ષણ અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ (Monitoring of teachers In Gujarat) અને સાથે જ લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: PM Modi Jamnagar Visit: જામનગરમાં PM મોદીના કાર્યક્રમ માટે ઊભા કરાયા વિશાળ ડોમ, એકસાથે 2,000 લોકો બેસી શકશે

ડેટા આધારિત ડિસિઝન લેવામાં ઉપયોગ- છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રીયલ ટાઇમ ઓનલાઇન હાજરીના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 500 કરોડ કરતાં વધુ અલગ-અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ ડેટાનું મશીન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સના માધ્યમથી મીનિંગફુલ એનાલિસિસ કરી તેનો શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં, એટલે કે ડેટા આધારિત ડિસિઝન લેવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શિક્ષકો દ્વારા શિક્ષણની કામગીરીનું પ્રેઝન્ટેશન- આ સેન્ટરના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઇનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઊંચો આવે તે માટેની કામગીરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવેલા સ્કૂલ ઓફ એક્સલન્સ સેન્ટર ખાતે હાજર રહેશે. સાથે જ તેઓ જ્યારે સેન્ટરમાં પ્રવેશ કરશે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ (shala praveshotsav gujarat) 2.0, ગુણોત્સવ 2.0 સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર (school management software in gujarat) દ્વારા સતત શિક્ષણની કામગીરીનું પ્રેઝન્ટેશન શિક્ષકો દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: વડાપ્રધાન ગુજરાતમાં કરોડો રૂપિયાના ખાતમુર્હુત અને વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ, જુઓ વિગતવાર કાર્યક્રમ

ગ્રામ્ય વિસ્તારોની શાળા સાથે શિક્ષણ બાબતે ચર્ચા- આ ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલના મુખ્ય રૂમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની તમામ શાળાઓના ડેટા બાબતે શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરશે. ઉપરાંત 10 મિનિટ જેટલા સમયગાળા મુજબ વડાપ્રધાન મોદી રાજ્યની ગ્રામ્ય વિસ્તારોની શાળા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને શિક્ષણ બાબતે પણ ચર્ચા કરશે.

SPG દ્વારા કરાયું ચેકિંગ- વડાપ્રધાન મોદીના આગમનના 2 દિવસ પહેલાં જ SPG દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની સમીક્ષા (PM narendra modi security) પણ કરવામાં આવી હતી. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલના રોજ સાંજે 6થી 7 કલાક દરમિયાન ગાંધીનગરના કમાન્ડો કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ ખાતે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં જ કમાન્ડો કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ છે.

Last Updated : Apr 15, 2022, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.