ETV Bharat / city

PM Modi Gujarat Visit : વર્ષો પછી પીએમ મોદી અહીં કરશે દર્શન, અન્ય કયા કાર્યક્રમ ગોઠવાયાં તે જાણો - Prime Minister Narendra Modi

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સરકાર એકદમ એક્ટિવ મોડ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફરી ગુજરાત પ્રવાસ ગોઠવાયો (PM Modi Gujarat Visit )તે બાબતે સત્તાવાર જાહેરાત રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ 17 અને 18 જૂનના દિવસે ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિકાસના કાર્યો કરશે.

PM Modi Gujarat Visit : વર્ષો પછી પીએમ મોદી અહીં કરશે દર્શન, અન્ય કયા કાર્યક્રમ ગોઠવાયાં તે જાણો

author img

By

Published : Jun 13, 2022, 7:36 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓની વાર છે ત્યારે રાજ્ય સરકાર એકદમ એક્ટિવ મોડ ઉપર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત પણ સતત વધી રહી છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit )આવી રહ્યા છે તે બાબતે સત્તાવાર જાહેરાત રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે, પીએમ મોદી 17 અને 18 જૂનના દિવસે ગુજરાતની મુલાકાત દરમિયાન કરોડોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિકાસના કાર્યો કરશે.

પીએમ મોદી કરોડોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિકાસના કાર્યો કરશે

આ પણ વાંચોઃ PM Modi visit Vadodara: પીએમ મોદીની 18મી જૂને વડોદરાની મુલાકાતને લઈને જોરશોરથી તૈયારીઓ

17ની સાંજે અમદાવાદ એરપોર્ટ પર આગમન -રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર પ્રવાસ બાબતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સતત તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ (PM Narendra Modi Gujarat Visit) આવશે અને રાત્રે રોકાણ રાજભવન ખાતે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાત્રે રોકાણ દરમિયાન રાજ્યની રાજકીય પરિસ્થિતિ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ધારાસભ્ય અને નેતાઓ સાથે ખાનગીમાં ચર્ચા કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

18 તારીખે મહાકાળીના દર્શન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી તારીખે વહેલી સવારે 9 કલાકની આસપાસ પાવાગઢના મહાકાળી મંદિરના (PM Modi visit to Pavagadh Mahakali Temple) દર્શન કરવા જશે. ત્યારબાદ તેઓ પાવાગઢની નજીકમાં આવેલ વિરાસત વનની પણ મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ બરોડા ખાતે એક જાહેર સભાને સંબોધન પણ કરશે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીના હસ્તે પ્રથમવાર થશે પાવાગઢ મંદિરે આ કાર્ય

બરોડામાં જાહેર સભા -વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રવાસ આ બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે 18 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરોડા ખાતે લાખોની જનમેદનીને (PM Modi Gujarat Visit )સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પોષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે અત્યારે ફક્ત પાંચ જિલ્લાઓમાં કાર્યરત છે. ત્યારે આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે અને 118 કરોડની જોગવાઇ પણ આ બાબતે વિશેષ રીતે કરવામાં આવી છે. જેનાથી કુપોષતિ બાળકો, માતા મૃત્યુ દરમાં ઘટાડો જેવી મહત્વની બાબતોને ધ્યાનમાં લઈને પોષણ સહાય યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યોજના અત્યારે ફક્ત પાંચ જિલ્લા જેવા કે દાહોદ-વલસાડ છોટાઉદેપુર નર્મદા અને મહીસાગરમાં જ ચાલે છે ત્યારે હવે તેનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં થઇ શકે છે.

8907 ના આવાસોના લોકાર્પણ -વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન આવાસ યોજના અમલીકરણ કરવામાં આવી છે ત્યારે આ યોજના અંતર્ગત બરોડા ખાતે 8907 જેટલા આવાસ યોજનાનું લોકાર્પણ(Dedication of housing scheme) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ જાહેરાત પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી કરી હતી.

રેલવેના મહત્વના પ્રોજેકટની જાહેરાત - રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Gujarat Visit ) કાર્યક્રમની વિગત આપતા જણાવ્યું હતું કે બરોડા ખાતે ગુજરાત ગૌરવ અભિયાન દરમ્યાન રેલવેના અનેક મહત્ત્વના પ્રોજેક્ટોની પણ જાહેરાત અને ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 16,369 કરોડના વિવિધ 18 પ્રકલ્પના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાલનપુર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર લોકાર્પણ તેમજ અમદાવાદ-બોટાદ પેસેન્જર ટ્રેનનું ઉપરાંત સુરત ઉધના સોમનાથ અને સાબરમતી રેલવે સ્ટેશનના મેન્ટ માટેના કામોના ખાતમુહૂર્ત તથા gauge conversion સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.