ETV Bharat / city

વડોદરાના શેરડી ભરનારા 2908 સભાસદોને CMએ ઓનલાઈન 25 કરોડ ચૂકવ્યા - Payment of money online

ગાંધીનગરથી વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારાના શેરડી ભરનારા કુલ 2908 જેટલા ખેડૂત સભાસદો, શેરડી કાપનારા મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના વર્ષ 2018-19ના બાકી નીકળતા રૂપિયા 25 કરોડના નાણા વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાનના હસ્તે ગાંધીનગર ખાતે ઉપસ્થિત શિનોર અને કરજણ તાલુકાના 6 ખેડૂત સભાસદો ભાઈ-બહેનોને પ્રતિક રૂપે તેમના બાકી નીકળતા નાણાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

વડોદરાના શેરડી ભરનાર 2908 સભાસદોને CMએ ઓનલાઈન 25 કરોડ ચૂકવ્યા

author img

By

Published : Sep 6, 2020, 11:32 PM IST

ગાંધીનગરઃ શહેરથી વડોદરા જિલ્લાના કરજણ, સિનોર અને ડભોઇ તાલુકાના 31 સ્થળોએ ઉપસ્થિત પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો, સહકારી આગેવાનો અને લાભાર્થીઓને સંબોધન કરતા કહ્યું હતું કે, વડોદરા સુગરકેન યુનિયનના ખેડૂત સભાસદોના હિતમાં તેમની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકારે એક જ સપ્તાહમાં નિર્ણય કરીને રૂપિયા 25 કરોડના બાકી નાણા ચૂકવવાનું નક્કી કર્યું હતું.

વડોદરાના શેરડી ભરનાર 2908 સભાસદોને CMએ ઓનલાઈન 25 કરોડ ચૂકવ્યા
વડોદરાના શેરડી ભરનાર 2908 સભાસદોને CMએ ઓનલાઈન 25 કરોડ ચૂકવ્યા

જગતના તાતને સમયસર વીજળી અને પાણી મળી રહે તો તે દુનિયાની ભૂખ ભાંગવા સક્ષમ છે. ગુજરાત સરકારે ખેડૂતો માટેની "સાત પગલાં ખેડૂત કલ્યાણના" યોજનાની શરૂઆત કરી છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ગાય દીઠ પ્રતિમાસ રૂપિયા 900ની સહાય કરવામાં આવે છે. યોજનામાં ખેતરમાં પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા રૂપિયા 30 હજારની સબસિડી સહાય તેમજ ખેડૂતોને પોતાનો માલ બજારમાં વેચવા લઈ જવા માટે વાહન ખરીદવા માટે પણ સહાય કરવામાં આવે છે.

ખેડૂતોને તેમના ઉપજના યોગ્ય પૂરતા ભાવ મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકારે ગત 4 વર્ષમાં ખેડૂતો પાસેથી રૂપિયા 15 હજાર કરોડથી વધુ રકમની ખેત-પેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે. અગાઉની સરકારોએ એક પણ રૂપિયાની પેદાશ ટેકાના ભાવે ખરીદી નથી. કરજણ વિસ્તારના ખેડૂતોને શેરડીની સાથે કોઈપણ ધાન્ય પાકનો પૂરતો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતા કરશે.

સહકાર પ્રધાન ઈશ્વર પટેલે જણાવ્યું કે, સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ શરૂ કરીને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા કરીને વડોદરા જિલ્લાની સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી. ગંધારાના શેરડી પકવતા ખેડૂત સભાસદો, શેરડીની કાપણી કરતા શ્રમિકોને તેમજ ટ્રક અને ટ્રેકટર સપ્લાયરોને કુલ રૂપિયા 25 કરોડની વર્ષ 1018-19ની બાકી રકમ રવિવારના રોજ ચૂકવવામાં આવી છે.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી., ગંધારાના ખેડૂત સભાસદો, કાપણી કરતા મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના હિતમાં નિર્ણય લઈને રવિવારના રોજ એક સાથે રૂપિયા 25 કરોડની રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તે ખૂબ જ આવકારદાયક છે. આ વિસ્તારના ખેડૂતો અને સહકારી આગેવાનો દ્વારા મુખ્ય પ્રધાને આ બાકી નાણા ચૂકવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

કરણજ વિસ્તારના વિવિધ 31 સ્થાનો પર આ સાથે લાભાર્થીઓને નાણા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ ઉપર કડક કાર્યવાહી કરવા “લેન્ડ ગ્રેબિંગ એક્ટ” કાયદો બનાવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ખેડૂતોની જમીન વધુ સુરક્ષિત બનશે. મુખ્યપ્રધાનના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણની અનેક યોજનાઓ અને નિર્ણયો લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.