ETV Bharat / city

પાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી - Meeting held at Raj Bhavan

પાટીદાર નેતા અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ બેઠકમાં આંદોલન દરમિયાન થયેલા કેસો બાબતે પણ થઈ હતી.

પાટીદાર સમાજના અગ્રણીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

author img

By

Published : Sep 30, 2021, 7:10 AM IST

  • વર્ષ 2022 ની ચૂંટણીમાં પાટીદાર એક થશે
  • સીએમ ભૂપેન્દ્ર પટેલને સમાજના અગ્રણીઓ આવ્યા મળવા
  • રાજભવન ખાતે યોજાઈ બેઠક
  • આંદોલન દરમિયાન થયેલા કેસો બાબતે પણ થઈ હશે ચર્ચા

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી સતા પર હતા ત્યારથી જ ગુજરાત રાજ્યમાં પાટીદાર આગામી મુખ્ય પ્રધાન હોવા જોઈએ તેવી નિવેદનો અને આશા પાટીદાર સમાજ દ્વારા રાખવામાં આવી હતી. પરંતુ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પક્ષમાંથી ગુજરાત રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે ૧૫ દિવસ બાદ પાટીદાર સમાજના અગ્રણીઓ ગાંધીનગર રાજભવન ખાતે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી હતી.

પાટીદાર સમાજ ફરી એક્ટિવ થયો

પાટીદાર સમાજના અગ્રણીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
પાટીદાર સમાજના અગ્રણીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

રાજ્યમાં પાટીદાર આંદોલન થયા બાદ પાટીદાર સમાજ ફરીથી હવે રાજકીય ક્ષેત્રે એક્ટિવ થયો હોવાની વાતો વહેતી થઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં હાલના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની ખુબ નજીકના વ્યક્તિ ગણવામાં આવી રહ્યા છે. ત્યારે, આનંદીબેન પટેલની સરકારમાં જે પાટીદાર અગ્રણીઓ હતા તે ફરીથી ગુજરાતના રાજકારણમાં તેઓ એક્ટિવ થયા છે.

આ પણ વાંચો : શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન મળશે, PM પોષણ યોજના શરૂ થશે: અનુરાગ ઠાકુર

આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની ચર્ચા

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલે પાટીદાર આંદોલનમાં થયેલા પાટીદાર યુવાનો પર ના કેસો પરત ખેંચવાની ટિપ્પણી કરી હતી. ત્યારે આજે અચાનક જ પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ પાટીદાર ના યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની ચર્ચા પણ કરાઇ હોવાનું સૂત્રો તરફથી માહીતી મળી રહી છે.

CM સાથે બેઠકમાં કોણ રહ્યું હાજર

CM સાથે બેઠકમાં હાજર રહેનાર આગેવાનો માં નરેશ પટેલ, (ખોડલધામ), મણીભાઈ (ઊંઝા ઉમિયાધામ), બાબુ જમના પટેલ, જયરામ પટેલ, (સીદસર મંદિર), દિલીપ નેતા (ઉંઝા મંદિર), વાસુદેવ પટેલ (સોલા ઉમિયા કેમ્પસ), રમેશ દૂધવાળા (સોલા ઉમિયા કેમ્પસ), દિનેશ કુંભાણી (ખોડલધામ) વગેરે પાટીદાર સમાજના અગ્રણીએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી

કડવા અને લેઉવા સમાજ એક થશે ?

ગુજરાતમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજ ના તમામ આગેવાનો એક મંચ પર આવીને મુખ્યપ્રધાન ભુવેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. ત્યારે, વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પાટીદાર સમાજ કડવા અને લેઉવા પટેલ એક થઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્વનો ભાગીદારી ફાળો નોંધવામાં આવે તેવા પર પણ કોઈ પ્રશ્નાર્થ નથી. અગાઉ પણ પાટીદાર આંદોલન બાદ કડવા પટેલ અને લેઉવા પટેલ દ્વારા રાજ્ય સરકારને પાટીદાર યુવાનો પર થયેલ આ કેસને પરત ખેંચવાની પણ વાતો તથા બેઠકો રાજ્ય સરકાર સાથે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.