ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સંસદ સત્ર મહાશિવરાત્રી બાદ 2 માર્ચથી લઈને 31 માર્ચ સુધી મળવા જઈ રહ્યું છે. તે પહેલા વિધાનસભાની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિપક્ષે વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. સરકાર તરફથી આ માગણીઓ નકારાઇ હોવાનું વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સુખરામ રાઠવાની માંગ
વિધાનસભાના બજેટ સત્ર અગાઉ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિરોધ પક્ષ તરફથી માંગણી (Demand for Sukhram Rathwa)કરવામાં આવી હતી કે, વિધાનસભાનું બજેટ સત્ર જે 21 દિવસનું છે. તેમાં શનિવારની રજાઓ કેન્સલ કરીને શનિવારે પણ વિધાનસભાની બેઠક ચાલુ રાખવામાં આવે. સામાન્ય રીતે બજેટ સત્ર ફેબ્રુઆરીના મધ્યભાગથી ચાલુ થઈને માર્ચ એન્ડિંગ સુધી ચાલતું હોય છે. તે પ્રણાલીનું ભાજપ સરકારે ઉલ્લંઘન કર્યું છે. વિપક્ષની બીજી માંગણી હતી કે, લોકસભા અને રાજ્યસભાની જેમ વિધાનસભા સત્રનુ જીવંત પ્રસારણ કરવામાં આવે. જેને પણ ભાજપ શાસિત સરકારે નકારી દીધી છે.
આ પણ વાંચો: Gujarat Budget 2022: વાપીના 3,000 ઉદ્યોગ એકમોને બજેટમાંથી શું અપેક્ષા છે, જાણો
સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીની દલીલ
વિરોધ પક્ષના આક્ષેપોનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના બજેટ સત્ર માટે પૂરતા દિવસો આપવામાં આવ્યા છે. જ્યાં સુધી જીવંત પ્રસારણની વાત છે, તો આ મુદ્દો હાઇકોર્ટમાં (topic of live telecast)પેન્ડિંગ છે. સબ જ્યુડીશીયલ બાબત હોવાથી તેમાં સરકાર કશુ કરી શકે નહીં. સલાહકાર સમિતિમાં જ કોંગ્રેસ પક્ષના નેતાઓ મતભેદ જોવા મળ્યો હતો. કોંગ્રેસ (Congress Politics)પાસે મુદ્દાઓ નથી અને દરેક કોંગ્રેસી નેતા બનવા માંગે છે. બજેટ જેવા મહત્વના મુદ્દાને કોંગ્રેસ રાજકારણ બનાવી રહી છે.
બજેટ સત્રમાં કયા વિધેયકો રજૂ કરાશે?
રાજ્ય સરકારના પ્રવક્તા પ્રદાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બજેટ સત્રમાં બજેટની રજૂઆત, ચર્ચા-વિચારણા ઉપરાંત કૃષિ સુધારા વિધેયક (Agricultural Reform Bill) અને લેન્ડ ગ્રેબિંગ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Indian students study abroad: દેશની ટોપ 20 સંસ્થાઓને સ્વાયત સંસ્થા બનાવાશે,CECના ડિરેક્ટર જે. બી. નડ્ડા