પ્રજાને વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચૂંટણી નજીક આવે ત્યારે જાહેર પરીક્ષાની ભરતીઓ બહાર પાડે છે. નવી નવી જાહેરાતો કરે છે, પરંતુ પરીક્ષા નજીકમાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ નોટીસ અને સૂચના વગર પરીક્ષા રદ્દ કરી દેવામાં આવે છે
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉમેદવારો પાસેથી ફક્ત પૈસાની ઉઘરાણી જ કરે છે, અને પરીક્ષા યોજાવા દેતા નથી, જેનો જવાબ હવે ઉમેદવારો આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપશે. ભરતી મેળાઓ સરકાર બનાવવાનું માત્ર સાધન છે.
તલાટીની ભરતી, પોલીસ કોસ્ટેબલ, વન રક્ષક લોકરક્ષકની ભરતીમાં પણ રાજ્ય સરકારે ગોટાળા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં સરકારી ભરતી પર કુલ ૧૨૨ જેટલા કેસ ચાલી રહ્યા છે. રાજ્ય સરકારની વિરુદ્ધમાં હવે યુવાવર્ગ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ તેમની સાથ આપશે.