ETV Bharat / city

અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા - Jitu Waghani Assembly House

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના ગેટ બહાર કપડાં (Congress MLAs Protested by Taking off Clothes) કાઢીને સરકારનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ કપડાં પાછા પહેરી લીધા હતા. જોકે, વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસે વિરોધ (Congress MLAs protested) નોંધાવ્યો હતો.

અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

author img

By

Published : Mar 25, 2022, 11:49 AM IST

Updated : Mar 25, 2022, 1:26 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે ગત અઠવાડિયે વીજળી નહીં મળતા હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે ઓવરલોડિંગ ના કારણે વીજળી આપવામાં નથી. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરીને સતત વીજળી આપવાની વાત કરી હતી. જો વીજળી ન આવે તો તમે સીધી ફરિયાદ કરી શકે છે. તે બાબતની પણ સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ હજુ પણ ખેડૂતોને વીજળી ન આવતા આજે વિધાનસભામાં દરવાજા પાસે કોંગ્રેસના ધારાસભ્યોએ પહેલા સરકારનો વિરોધ કર્યો. ત્યાર બાદ ગણતરીની મિનિટોમાં કપડા કાઢ્યા અને ફરીથી પહેરીને સરકાર વિરોધી (Congress MLAs protested) સૂત્રોચ્ચાર કર્યા હતા.

વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો

"જો હવે વીજળી નહિ આવે તો ગૃહમાં નગ્ન થઈશ" - ખેડૂતોને વીજળી બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતી વીજળી આપવાનો (Congress Opposes Taking Power) વાયદો કર્યો હતો. પરંતુ હજી સુધી વીજળી પ્રાપ્ત થઈ નથી. ચાર કલાક જેટલી પણ વીજળી મળી રહી નથી. ત્યારે આજે ફક્ત વિરોધના ભાગરૂપે અમે જ ઝભો નીકાળીને વિરોધ કર્યો હતો. પરંતુ જો આવનારા બે દિવસમાં હજી રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહીં આપે. તો વિધાનસભા ગૃહની અંદર જ ચાલુ સત્રમાં તમામ મર્યાદાઓ ને નેવે મૂકીને વિરોધ કરવામાં આવશે.

ગેટ પાસે જ વિરોધ - જે જગ્યાએથી તમામ ધારાસભ્યો - અધિકારીઓ વિધાનસભામાં (Congress in the Legislature) પ્રવેશ કરે છે. તે જ વિધાનસભાના પ્રવેશ દ્વાર પર કોંગ્રેસના ધારાસભ્યો નીચે બેસી ગયા હતા. અને સરકાર 8:00 કલાક સતત વીજળી આપે તેની માંગ કરવામાં આવી હતી. જો નહીં આવે તો હવે આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસના ધારાસભ્યોએ આપી છે. અમરીશ ડેર, વિમલ ચુડાસમા, વિરજી ઠુમ્મર, ચિરાગ સહિતના ધારાસભ્યોએ વિરોધ કરવા ગયા હતા. અને બેઠક શરૂ થાય તે પહેલા જે કપડાં કાઢીને વિરોધ કર્યો હતો. ત્યારે તેમને ઠપકો આપવામાં આવે ત્યારે બંને પક્ષના ધારાસભ્યો સંસ્કારના બાબતે આમને-સામને આવી ગયા હતા.

આ પણ વાંચો : કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો ભાજપ સરકાર હેરાન કરવાનું બંધ કરે : જગદીશ ઠાકોર

વચન આપ્યું પણ પાલન ના થયું - કોંગ્રેસના ધારાસભ્ય આક્ષેપ કર્યા હતા કે રાજ્ય સરકારે ખેડૂતોને સતત આઠ કલાક વીજળી આપવાની વાત કરી હતી. આ બાબતે સરકારે વચન પણ આપ્યું હતું. પરંતુ હવે ચાર કલાક પર સતત વીજળી આવી રહી નથી. અને સરકારે આપેલા વચનનું કોઈપણ પ્રકારે પાલન થયું નથી. ત્યારે હવે જે કંઈ પણ થાય અમે (Opposition to Congress Outside Gate of Assembly) આંદોલન કરવા તૈયાર છે. પરંતુ ખેડૂતો માટે અમે વીજળી તો લાવીને જ રહીશું.
આ પણ વાંચો : Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ

મહિલાઓ સામે આવું કૃત્ય - જીતુ વાઘાણીનો વિધાનસભા (Jitu Waghani Assembly House) ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં જે જગ્યાએથી મહિલા પત્રકારનો મહિલા ધારાસભ્યો અને મહિલા કર્મચારીઓ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રવેશ કરે છે. અને ત્યાં પોતાની ડ્યુટી બજાવે છે. ત્યારે કપડાં કાઢીને (Congress MLAs Protested by Taking off Clothes) વિરોધ કરવો એ કેટલું યોગ્ય છે. આ પ્રકારની માનસિકતા ન ચાલે ત્યારે આવા સંસ્કાર પણ ન ચાલે તેવા પણ નિવેદનો કર્યા હતા.

વીજળી મળતી નથી એટલે વિરોધ - અમિત ચાવડા ગુજરાત વિધાનસભામાં કોન્ટેક્ટ બોર્ડની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. તે બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ગુરુની ગરિમા જાળવવી જોઈએ જ્યારે કોંગ્રેસ પાર્ટી માટે વિધાનસભાગૃહમાં નિયમો અલગ અલગ ન હોવા જોઇએ. જ્યારે સંસ્કારની વાત બતાવે ત્યારે તમારે અમને શીખવાડવાની જરૂર નથી.

નિર્ણય મુલતવી રાખ્યો - સમગ્ર બાબતે ચર્ચા બાદ અધ્યક્ષ નીમાબેન આચાર્ય વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે, પોઇન્ટ ઓફ ઓર્ડર બાબતે કોંગ્રેસના વિરોધનો વિડીયો ચેક કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જ્યારે પ્રદીપસિંહ જાડેજાએ પણ પણ એનું સમર્થન કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આ બાબતે કોઈ પગલાં પડે નહીં તો વિધાનસભાગૃહમાં પણ આવી રીતે વિરોધ થઇ શકે તેવી પણ ભય વ્યક્ત કર્યો હતો.

Last Updated : Mar 25, 2022, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.