ETV Bharat / city

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 709 એકમોમાંથી માત્ર 122 પાસે જ ફાયર NOC, સરકારી કચેરીઓ જ ગાંઠતી નથી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ મહાનગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં રાજ્ય સરકારે કોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 709 એકમોમાંથી માત્ર 122 પાસે જ ફાયર NOC હોવાનું સામે આવતા 587 એકમો NOC વગર જ ધમધમી રહ્યા છે.

author img

By

Published : Oct 23, 2020, 10:58 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 709 એકમોમાંથી માત્ર 122 પાસે જ ફાયર NOC

  • શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ મહાનગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટમાં થઈ હતી અરજી
  • રાજ્ય સરકારે કોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ કર્યો રજૂ
  • ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 709 એકમોમાંથી માત્ર 122 પાસે જ ફાયર NOC

ગાંધીનગરઃ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 709 એકમોમાંથી માત્ર 122 પાસે જ ફાયર NOC હોવાનું સામે આવ્યું છે. જેથી 587 એકમો NOC વગર જ ધમધમી રહ્યા છે. ગાંધીનગરમાં મોટી ઈમારતોની વાત કરીએ તો શહેરમાં સરકારી-ખાનગી મળી કુલ 173 જેટલી મોટી ઈમારતો છે, જેમાંથી 36 પાસે જ ફાયર NOC છે, જ્યારે 137 બિલ્ડિંગ પાસે NOC નથી.

મનપા વિસ્તારમાં 79 સરકારી-ખાનગી શાળા-કોલેજોમાંથી માત્ર 11 પાસે જ ફાયર NOC

મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઉદ્યોગભવન ખાતે નિયમ મુજબ સિસ્ટમ નથી, પોલીસભવન ખાતે સિસ્ટમ બરાબર નથી, જીઓ ઈનફોર્મેટિક્સ સેન્ટર, સર્કિટ હાઉસ, સિવિલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં ફાયર NOC નથી. તેમજ રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિ. દરજ્જો ધરાવતી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પાસે પણ ફાયર NOC નહીં હોવાનું જાણવા મળ્યું છે. મનપા વિસ્તારમાં 79 જેટલી સરકારી-ખાનગી શાળા અને કોલેજો આવેલી છે. જેમાંથી માત્ર 11 પાસે જ ફાયર NOC છે, જ્યારે બાકીની 68 NOC વગર જ ધમધમે છે.

ગાંધીનગર મનપાના ફાયર વિભાગ દ્વારા મોટી-મોટી ઈમારતો સહિતના એકમોમાં ફાયર NOC ન હોય તો પગલાંના ભાગ રૂપે નોટિસો પાઠવવામાં આવે છે. ફાયર NOC વગરના બિલ્ડિંગમાં ફાયર વિભાગ માત્ર નોટિસ આપી શકે છે, કારણ કે આ પ્રકારના બિલ્ડિંગને સીલ કરવાની સત્તા ટાઉનપ્લાનિંગ વિભાગ પાસે હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.