ETV Bharat / city

નડાબેટ પર તહેનાત BSF સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન - કોરોના

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી નડાબેટ ખાતે બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરીને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં સૈનિકોના મેડિકલ ચેકઅપ કરીને રીપોર્ટસ આધારીત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા આ જવાનોની સ્વાસ્થ્ય તકલીફોની સારવાર કરવામાં આવી હતી.

નડાબેટ પર તહેનાત BSF સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન

author img

By

Published : Sep 8, 2020, 8:33 PM IST

ગાંધીનગર: બીએસએફ જવાનો કોરોનાથી સંક્રમિત ન થાય તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે 1000 જેટલા બીએસએફ જવાનોમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નડાબેટ પર તહેનાત BSF સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન
નડાબેટ પર તહેનાત BSF સૈનિકોની સ્વાસ્થ્ય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન
દેશની સરહદે ભારતજનો માટે દિવસરાત તહેનાત રહીને નગરજનોની સુરક્ષા કરતાં દેશના સૈનિકો પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. સરહદના સૈનિકોની રોગપ્રતિકારક શક્તિ શ્રેષ્ઠ અને મજબૂત રહે તે માટે અમદાવાદની મણિનગર વિસ્તારમાં આવેલી સેવાભાવી સંસ્થા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૈનિકોના સ્વાસ્થયની દરકાર કરીને આ સમગ્રતયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર પ્રકાશ કુરમિએ જણાવ્યું હતું કે દેશના સીમાડા સાચવતાં જવાનોના સ્વાસ્થ્યની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે. આ ભાવ સાથે છેલ્લા કેટલાય સમયથી ટ્રસ્ટ દ્વારા જવાનોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ સહિતની કામગીરી કરવામાં આવે છે. આગામી સમયમાં પણ સતત બે રવિવારના દિવસે બીએસએફ સૈનિકોના સ્વાસ્થયની દરકાર કરીને આ સંસ્થા દ્વરા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક વિવિધ દવાઓનું વિતરણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.