અમદાવાદઃ વિધાનસભામાંથી વૉકઆઉટ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે આજે વિધાનસભાની અંદર ટૂંકી મુદતના બે પ્રશ્ન દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પ્રશ્ન એવો હતો કે ગુજરાત સરકારે જાહેર કરેલા 14 હજાર કરોડના 'આત્મનિર્ભર ગુજરાત' રાહત પેકજમાંથી કેટલી રકમ ખર્ચવામાં આવી અને કેટલા લોકોને તેનો લાભ મળ્યો? પરંતુ સરકારે આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોરોનાની માહમારી વચ્ચે ગરીબો, શ્રમિકો, કુશળ કારીગરો, નિમ્ન વર્ગના લોકો, રિક્ષા, ટેક્સી, ટેમ્પા ચાલકો, બાંધકામ શ્રમિકોને કેટલી સહાય મળી તેનો જવાબ આવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ખરેખર આ રાહત પેકેજ નહીં પરંતુ પડીકું છે
14,000 કરોડનું પેકેજ વિપક્ષે પડીકું ગણાવ્યું, સરકારે કહ્યું કોંગ્રેસના રાજ્યો છે ત્યાંના બધાં પેકેજનો સરવાળો પણ 14,000 કરોડ નહી થતો હોય વાયબ્રન્ટ મહોત્સવના નામે વિદેશીઓને નોંતરું કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આત્મનિર્ભર બનાવવાની સુફીયાણી સલાહ શું કામ આપે છે ? આત્મનિર્ભર સહાય યોજના પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું માત્ર પડીકું અને આ યોજના અંતર્ગત સઈ, સુથાર, લુહાર, કુંભાર, પ્રજાપતિ સહિત વિશ્વકર્મા સમાજ તેમજ રીક્ષા, ટેક્સી અને છકડા ચાલક, કલાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, કુશળ કારીગરો સહિત ગરીબ-મજુર-બાંધકામ શ્રમિકો અને નિમ્ન મધ્યમવર્ગના જરૂરિયાતમંદ પરિવારોને વીજબિલ, સ્થાનિક કરવેરા, વાહનવેરા, હાઉસીંગ લોનમાં વ્યાજ સહાય તેમજ બેરોજગારી ભથ્થા પેટે કુલ કેટલા લોકોને અને કુલ કેટલી રકમની સહાય કરી ? તેનો જવાબ આપવામાં સરકાર નિષ્ફળ સરકારી અને ખાનગી શાળા-કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવા તેમજ ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકોના પગાર અને આનુષંગિક વહીવટી ખર્ચ પેટે સ્વનિર્ભર સંસ્થાઓને ખાસ સહાય પેકેજ જાહેર કરવા કોંગ્રેસ પક્ષની માંગણી સરકાર માંગણી નહીં સ્વીકારે તો આવતા દિવસોમાં આંદોલનને ગામે ગામની ગલીઓમાં લઈ જઈશું14,000 કરોડનું પેકેજ વિપક્ષે પડીકું ગણાવ્યું, સરકારે કહ્યું કોંગ્રેસના રાજ્યો છે ત્યાંના બધાં પેકેજનો સરવાળો પણ 14,000 કરોડ નહી થતો હોય પ્રશ્નની ચર્ચામાં સરકારને આડે હાથ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 1960થી સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વાયબ્રન્ટ મહોત્સવના નામે વિદેશીઓને નોંતરું કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આત્મનિર્ભર બનાવવાની સુફીયાણી સલાહ શું કામ આપે છે ? મુખ્યપ્રધાનએ આત્મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ રૂ. 14,022 કરોડની જાહેરાત કરેલ હતી અને આજે વિધાનસભામાં અલગ-અલગ ઘટકો હેઠળ કુલ રૂ. 24812 કરોડની ફાળવણી દર્શાવી પરંતુ આ યોજના અંતર્ગત કુલ કેટલા લોકોને, કુલ કેટલી રકમની સહાય ચૂકવી ? તેવા સામાન્ય પ્રશ્નનો જવાબ આપવા અસમર્થતા દર્શાવી અને આ યોજના આત્મનિર્ભર પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું પડીકું માત્ર છે તેવા વિપક્ષના આરોપોને સરકારે મહોર મારી છે. હાલ પર્યંત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત સઈ, સુથાર, લુહાર, કુંભાર, પ્રજાપતિ સહિત વિશ્વકર્મા સમાજ તેમજ રીક્ષા, ટેક્સી અને છકડા ચાલક, કલાકારો, કર્મકાંડી બ્રાહ્મણો, કુશળ કારીગરો સહિત ગરીબ-મજુર-બાંધકામ શ્રમિકો અને નિમ્ન મધ્યમવર્ગના જરૂરિયાતમંદ પરિવારોને વીજબિલ, સ્થાનિક કરવેરા, વાહનવેરા, હાઉસીંગ લોનમાં વ્યાજ સહાય તેમજ રોજગારી ભથ્થા પેટે કુલ કેટલા લોકોને અને કુલ કેટલી રકમની સહાય કરી ? તેવો વેધક સવાલ વિપક્ષના નેતાએ સરકારને પૂછ્યો હતો.14,000 કરોડનું પેકેજ વિપક્ષે પડીકું ગણાવ્યું, સરકારે કહ્યું કોંગ્રેસના રાજ્યો છે ત્યાંના બધાં પેકેજનો સરવાળો પણ 14,000 કરોડ નહી થતો હોય સરકારે જણાવ્યું કે કોરોના મહામારીમાં ગુજરાતને પુનઃધબકતુ કરવા સરકાર કટિબદ્ધ હતું જેને લઈ આત્મનિર્ભર ગુજરાતના 14 હજાર કરોડના પેકેજ થકી સમાજના તમામ વર્ગો-ઉદ્યોગોને પૂર્વવત કરવાનું પેકેજ-દેશ ભરમાં માત્ર ગુજરાતે જાહેર કર્યુજેમાં પ્રોપર્ટી ટેક્સ, કોમર્શીયલ ટેક્સ, વીજ બિલ અને વ્હીકલ ટેક્સ માટે રૂા.2300 કરોડનાના વેપારીઓના ધંધા-દુકાનો માટે રૂા.600 કરોડની રાહતઃ ર3 લાખ દુકાનદારોને ર0 ટકા રીબેટકૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સહાય થવા આ પેકેજમાં રૂા.1190 કરોડરોજગારીના સર્જન માટે રૂા.100 કરોડનાના વેપારીઓને 1 થી ર.પ0 લાખ સુધીની લોનઃરૂા.પરપ કરોડની રાહતકોંગ્રેસ નેગેટીવ રાજકારણ કરી બોલીને ભરમાવાનું બંધ કરે અને કોંગ્રેસશાસિત રાજયોએ પેકેજ જાહેર કર્યુ હોય તો વિપક્ષ નેતા જણાવે.ઉદ્યોગપ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને રોકવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હિંમતભર્યો નિર્ણય કરીને લોકડાઉનનો નિર્ણય દેશભરમાં કર્યો એના કારણે કોરોના સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ છે કે, લોકડાઉન સમયગાળામાં ઉદ્યોગ, ધંધો, રોજગાર નાના વેપારીઓના ધંધા બંધ રહેતા આવા લોકોને સહાયરૂપ થવા આત્મનિર્ભર ભારતપેકેજ આપ્યું. એ જ દિશા પર દેશભરમાં ગુજરાત રાજયમાં રૂા.14 હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરીને દેશમાં એક માત્ર રાજય ગુજરાત બન્યુ છે વિપક્ષ દ્વારા આત્મનિર્ભર પેકેજ અંગે જે આલોચના કરવામાં આવી છે એને કડક શબ્દોમાં વખોડતા કહયુ કે, દેશમાં એક માત્ર ગુજરાત જ એવુ છે કે આવુ પેકેજ બનાવ્યુ છે. ક્રોંગ્રેસ શાસિત રાજ્યોમાં આવું પેકેજ બનાવ્યુ હોય તો વિપક્ષના નેતા વિધાનસભામાં જાહેર કરે. વિપક્ષના નેતા માત્રને માત્ર ટીકા કરવા માટે આક્ષેપો કરીને નેગેટીવ રાજકારણ કરે છે એ એમને શોભતું નથી. પોઝીટીવ રાજકારણ થકી કોઇ પોઝીટીવ સૂચન કરે તો અમે ચોક્કસ આવકારીને એ મુજબની વ્યવસ્થા રાજ્યના નાગરિકો માટે કરવા અમે સંકલપબધ્ધ છીએ. લોકડાઉનના કપરા કાળમાં પણ અમે ગરીબ માણસને અનાજ સહિતની સુવિધા પૂરી પાડી છે જેના પરિણામે રાજ્યમાં શાંતિ, સલામતી જળવાઇ રહી છે એજ નાગરિકો માટેની અમારી પ્રતિબધ્ધતા છે અને નાગરિકોને અમારા પર વિશ્વાસ છે એટલે જ મારી પડખે છેલ્લા 25 વર્ષથી ઉભી રહી છે તેમ તેમણે ઉમેર્યુ છે. આફતને અવસરમાં પલટાવી જનજીવન પુનઃધબકતુ કરવા અને આર્થિક પરિસ્થિતિને ચેતનવંતી બનાવવાનો નિર્ધાર કરીને આ પેકેજજાહેર કર્યુ છે. લોકડાઉનના પહેલાં પણ ગુજરાતનો એક પણ ગરીબ નાગરિક ભૂખ્યો ન રહે એની CM વિજયભાઇ રૂપાણી અને Dycm નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે ચિંતા કરી છે. નેશનલ ફુડ સીક્યુરીટી એકટ અંતર્ગત એપ્રિલ, મે, જુન માસ દરમ્યાન ઘઉ, ચોખા, ખાંડ, મીઠુ સહિતની સુવિધા વિનામૂલ્યે રૂા.39ર કરોડના ખર્ચે પૂરી પાડી છે.એજ રીતે એ.પી.એલ.ના 61 લાખ પરિવારોને પણ રૂા.પ90 કરોડના ખર્ચે ઘઉં, ચોખા, દાળ પૂરા પાડયા છે. સાથે સાથે જે લોકો પાસે રેશન કાર્ડ ન હતા તેવા લોકોને પણ રાશન પૂરૂ પાડવા માટે રાજયના સંવેદનશીલ સરકારે નિર્ણય કરીને અન્નબ્રહ્મ યોજના હેઠળ 6 લાખ લોકોને રાશન પુરૂ પાડયુ છે.સૌરભભાઇ પટેલએ વધુમાં ઉર્મેયું છે કે લોકડાઉનના કારણે જે પરિસ્થિતિ ઉદભવી તેના અભ્યાસ માટે કેન્દ્રના પૂર્વ નાણાં સચિવ હસમુખ અઢીયાના અધ્યક્ષસ્થાને કમિટિ રચી એના કારણો બાદ આ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજમાં પ્રોપર્ટી ટેક્ષ, કોમર્શીયલ ટેક્ષ, વીજબીલ અને વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂા.ર300 કરોડનો લાભ આપવામાં આવ્યો છે. તેમણે કહયુ કે, આ પેકેજ હેઠળ ઘર વીજ ધારકોને માસિક ર00 યુનિટના વપરાશકર્તા ધારકોને 100 યુનિટ લાભ આપ્યો. રાજયમાં 1.44 કરોડ ગ્રાહકોછે. એ માટે રૂા.600 કરોડની રાહત આપી છે. હાલ રાજયમાં 1.16 કરોડ ગ્રાહકો એ લાભ લીધો એટલે 80 ટકા લોકોને લાભન્વિત કર્યા છે. એલ.ટી અને એચ.ટી.-ગ્રાહકોને બે માસ અને એક માસ માટેની રાહત આપી છે.
તેમણે ઉમેર્યુ કે શહેરો-નગરોમાં વસતાં નાગરિકોને પ્રોપર્ટી ટેક્ષમા રાહત આપવાની જોગવાઇ પણ પેકેજમાં કરાઇ છે. શહેરોમાં 72 લાખ ઘરોને 10 ટકા રાહત આપીને રૂા.144 કરોડની માફી સરકારે આપી છે. એજ રીતે કોમર્શીયલ ધંધાઓ જેવાકે કપડાની દુકાનો, બ્યુટી ર્પાલર જેવા નાના ધંધા કરતા લોકોને 20 ટકા રીબેટ આપવામાં આવે છે અને 600 કરોડની રાહત આપી છે, જેમાં 23 લાખ દુકાનદારોએ લાભ લીધો છે. એજ રીતે જીઆઇડીસીને પણ મદદરૂપ થવાનો નિર્ણય પેકેજ હેઠળ વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઇને રાજ્યમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.તેમણે ઉમેર્યુ કે કોરોના કાળમાં ખેડૂતોને પણ સહાયરૂપ થવા માટે ગોડાઉન બનાવવા, વાહન ખરીદી માટે તથા પ્રાકૃતિક ખેતી માટે પણ સહાયરૂપ થવાનો નિર્ણય લઇને રૂા.1190 કરોડ કૃષિક્ષેત્રે ફાળવ્યા છે. નાનો ધંધો કરવા વેપારીઓ પોતાનો ધંધો પૂર્વવત કરીને રોજગારી મેળવે એ માટે રૂા.1 લાખ થી 2.50 લાખ સુધીની લોનપણ આપવામાં આવી રહી છે. જેમાં 1 લાખ સુધીની લોન લેનાર પોતે 2 ટકા વ્યાજ ચુકવે છે અને 6 ટકા વ્યાજ સરકાર ભોગવે છે. એજ રીતે રૂા.1 લાખ થી 2.50 લાખની લોન માટે લોન લેનાર 4 ટકા વ્યાજ તથા રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ તેમના વતી ભોગવી રહી છે. આમ રાજ્યના તમામ વિભાગોએ નાગરિકોને સહાયરૂપ થવા તથા દેશનું રોલ મોડલ એવું ગુજરાત પુનઃ ધબકતુ થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો અમે કરી રહયા છીએ. આત્મનિર્ભર પેકેજના પરિણામે રાજ્યમાં રોજગારી વધશે અને મુડી રોકાણ આવશે, ધંધા રોજગાર વધશે જેનાથી ગુજરાત પુનઃ ધબકતું થશે તેવું જણાવ્યું હતું.