- ઓમીક્રોન વાઇરસ બાબતે રાજ્ય સરકારનું ખાસ નિવેદન
- ત્રીજી લહેરને અટકાવવા જિલ્લા કલેકટરને અપાઇ સૂચના
- મૃતકોની સહાય માટે ઓનલાઇન સેવાઓ કરાશે શરૂ
ગાંધીનગર: Omicron Covid 19ને ધ્યાને રાખીને યુરોપ અને સાઉથ આફ્રિકા તેમજ અન્ય 11 જેટલા દેશ જે કેન્દ્ર સરકારે સુચવ્યાં છે તેવા તમામ દેશમાંથી ગુજરાતમાં ફ્લાઈટ મારફતે આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અન્ય દેશ માંથી આવતાં મુસાફરોમાં જો ઓમીક્રોન વાઇરસ(Omicron virus)નાં લક્ષણો દેખાશે તો તેની આસપાસ રહેલા તમામ મુસાફરોનાં ટેસ્ટ(Passenger test) કરવામાં આવશે.
ત્રીજી લહેરને અટકાવવા જિલ્લા કલેકટરને અપાઇ સૂચના
કોરોનાની બીજી લહેર જેવી પરિસ્થિતિ ફરી ન આવે તે માટે પહેલાથી જ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની સુવિધા વધારી દેવામાં આવી છે તેમજ મોટી હોસ્પિટલોમાં બેડ સાથે ઓક્સિજનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
મૃતકોની સહાય માટે ઓનલાઇન સેવાઓ કરાશે શરૂ
રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા ૫૦,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તેની ચૂકવણીની શરૂઆત કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકાર હવે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરશે જેથી લોકો ઓનલાઈન ફોર્મ ભરીને સહાય મેળવી શકશે.
આ પણ વાંચો : Omicron Variant: કોરોનાનું નવું સ્વરૂપ વધુ સંક્રમિત અને ગંભીર છે કે કેમ તે સ્પષ્ટ નથી: WHO
આ પણ વાંચો : વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ