ETV Bharat / city

Omicron Cases in Gujarat: ગાંધીનગરમાં સેક્ટર 1માં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો - લંડનથી ગાંધીનગર આવેલા કિશોર ઓમિક્રોન સંક્રમિત

રાજ્યમાં એક તરફ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) નજીક આવી રહી છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ (Omicron Cases in Gujarat) પણ ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Gandhinagar) નોંધાયો છે. અહીં લંડનથી આવેલા એક કિશોરનો રિપોર્ટ (first case of Omicron was registered in Sector 1 Gandhinagar ) પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

author img

By

Published : Dec 19, 2021, 12:52 PM IST

ગાંધીનગરઃ શહેરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) પહેલા આજે (રવિવારે) ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Gandhinagar) નોંધાયો છે, જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લંડનથી આવેલા કિશોરનો રિપોર્ટ પોઝિટિવ(Adolescent Omicron infected from London to Gandhinagar) આવ્યો છે. 25 વર્ષના કિશોરને અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તો ઓમિક્રોનના કારણે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સાથે જ ઓમિક્રોન સંક્રમિત કિશોરના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (The new variant of the Corona is Omicron) વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે 10 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં પણ એક કેસ નોંધાતા વાઈબ્રન્ટ પહેલા ચિંતા વધી છે. જોકે, અન્ય એક કેસ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ છે.

આ પણ વાંચો- રાજ્યમાં વધું ઓમિક્રોનનાં 3 કેસ નોંધાયા, ગાંધીનગર, આણંદ અને સુરતમાં 1-1 કેસ આવ્યો સામે

15 વર્ષનો કિશોર લંડનથી અહી આવ્યા બાદ પોઝિટિવ આવ્યો

15 વર્ષનો NRI કિશોર લંડનમાં જ રહે છે, જે 11 ડિસેમ્બરે ગાંધીનગર આવ્યો હતો. આ કિશોરનો અમદાવાદમાં RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટની ક્વાલિટી 25થી વધુ આવતા આ રિપોર્ટ જિનોમ સિક્સવન્સિંગ માટે મોકલવામાં આવે છે. ત્યારે આ કિશોરનો રિપોર્ટ પણ લેબમાં મોકલવામાં આવ્યો હતો. લેબમાંથી તેનો રિપોર્ટ એક અઠવાડિયા બાદ આવતા ઓમિક્રોન હોવાની સ્પષ્ટતા જી.એમ.સી. આરોગ્ય ઓફિસરે કરી હતી.

પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

આરોગ્ય ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ વધુમાં કહ્યું હતું કે, અત્યારે કિશોર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે, તેની સાથે તેના પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેવી સ્પષ્ટતા કરી હતી. ગાંધીનગર સેકટર- 1માં પહેલો ઓમિક્રોન કેસ નોંધાતા પાટનગરમાં ચિંતા વધી છે.

આ પણ વાંચો- Omicron Cases in Gujarat: વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 7 કેસ

વાઈબ્રન્ટના 25 દિવસ પહેલા ઓમિક્રોનનો કેસ નોંધાયો

ગાંધીનગરમાં એક બાજુ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022)ની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે ત્યારે પહેલો કેસ ઓમિક્રોનનો નોંધાતા ફફડાટ પેઠો છે. બીજી બાજુ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) અંગે વિરોધ કરી રહ્યું છે. કારણ કે, દેશ અને વિદેશના ડેલિગેશન પણ અહી આવશે ત્યારે ઓમિક્રોનનો ભય વધવાની શક્યતા રહેલી છે. કેમ કે. જિનોમના રિપોર્ટ આવતા ઘણીવાર લાગી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.