ETV Bharat / city

શિક્ષણ વિભાગનો પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય, યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં શિક્ષણ વિભાગે ( Education Department ) મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં કોરોનાની ગાઇડલાઇન્સ સાથે સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા (Offline Exam ) લેવા આદેશ આપવામાં આવ્યો હતો. આ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) અને ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University) અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhakt Kavi Narasimha Mehta University ) દ્વારા પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.

યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા
યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા
author img

By

Published : Jun 28, 2021, 11:01 PM IST

  • યુનિવર્સિટીની પરીક્ષાઓને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય
  • તમામ યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષા લેવા આદેશ અપાયો
  • પરીક્ષા દરમિયાન કોરોના પ્રોટોકોલનું ખાસ રાખવામાં આવશે ધ્યાન

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારી ( Gujarat Coroan )ને લઈને તમામ પરીક્ષાઓને મોકુફ રાખવામાં આવી હતી. હાલ રાજ્યમાં કોરોનાનના કેસોમાં ઘટાડો નોંધાતા રાજ્ય સરકારે કોલેજોના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગ ( Education Department ) દ્વારા યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષા (Offline Exam ) લેવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓને પોતાની અનુકૂળતા મુજબ પરીક્ષા લેવા જણાવવામાં આવ્યું છે.

યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા
યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 8 જુલાઇથી લેવાશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા આગમી 8 જુલાઇથી ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલના અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના નિયમોનું પાલન કરવું પડશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આગામી 7મી જુલાઈથી થશે શરૂ

ગુજરાત યુનિવર્સિટીમાં 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા

શિક્ષણ વિભાગના નિર્ણય બાદ ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University) માં પણ 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં BA, B.COM, BAC, B.ed, BBA, BCA સહિતની પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

BKNMU દ્વારા 7મી જુલાઈથી પરીક્ષા યોજાશે

7મી જુલાઈથી જુનાગઢ જીલ્લાની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી(Bhakt Kavi Narasimha Mehta University)ની અનુસ્નાતક B.Ad અને LLBના અભ્યાસક્રમોને પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર પરીક્ષાને લઇને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 25 જૂને વિધિવત રીતે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની સાતમી જુલાઇની પરીક્ષાઓ બાદ બીજા તબક્કાની પરીક્ષાઓ પણ 17મી જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.

પરીક્ષામાં 13,423 વિદ્યાર્થીઓ લેશે ભાગ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ તબક્કાના પરીક્ષામાં અનુસ્નાતક B.Ad અને LLB સહિત અન્ય કેટલીક વિદ્યાશાખાઓના 13423 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેના માટે યુનિવર્સિટી દ્વારા ચાર જિલ્લામાં અલગ અલગ 79 પરીક્ષા કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિશા નિર્દેશો અને સાવચેતીના ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં અરજી

પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલી ઓફલાઈન પરીક્ષા

ક્રમપરીક્ષાશરૂ તારીખપૂર્ણ તારીખ
1BA, B.com સેમ.16 જુલાઈ15 જુલાઈ
2BSC સેમ.16 જુલાઈ14 જુલાઈ
3B.ed સેમ.16 જુલાઈ14 જુલાઈ
4ડિપ્લોમા ઈન લેબર લો એન્ડ પ્રેક્ટિસ6 જુલાઈ8 જુલાઈ
5LLM સેમ.16 જુલાઈ14 જુલાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.