ETV Bharat / city

શિક્ષણપ્રધાન સમક્ષ NSUIની રજૂઆતઃ ફી માફી સહિત 3 મુદ્દે કરી રજૂઆત, આંદોલનની ચીમકી આપી

રાજ્યમાં કોરોના વચ્ચે બાળકોના અભ્યાસ ઉપર અસર થઇ રહી છે. ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ મુદ્દે ફી માગવામાં આવી ત્યારબાદ સરકારે સ્કૂલ ફી માગણી બાબતે કડક થતાં શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ આપવાની ના પાડી. ત્યારબાદ હવે ફરી ઓનલાઇન શિક્ષણ આપવા માટે સંચાલકો તૈયાર થયાં છે ત્યારે અનેક શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈને આજે NSUI દ્વારા રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી હતી.

શિક્ષણપ્રધાન સમક્ષ NSUIની રજૂઆતઃ ફી માફી સહિત 3 મુદ્દે કરી રજૂઆત, આંદોલનની ચીમકી આપી
શિક્ષણપ્રધાન સમક્ષ NSUIની રજૂઆતઃ ફી માફી સહિત 3 મુદ્દે કરી રજૂઆત, આંદોલનની ચીમકી આપી
author img

By

Published : Jul 27, 2020, 8:14 PM IST

ગાંધીનગર : શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે બેઠકમાં એનએસયુઆઇ દ્વારા ત્રણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકોના ઓનલાઇન શિક્ષણ માટે વાલીઓ પાસે વસૂલવામાં આવતી ફી અને જો દિવાળી સુધી રાજ્યમાં શાળાઓ શરૂ ન થાય તો પ્રથમ સત્રની ફી માફ કરવાની સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પણ NSUI દ્વારા રાજ્યના શિક્ષણપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શિક્ષણપ્રધાને પ્રથમ છ માસની એટલે કે એક સત્રની ફી માફ કરવા બાબતે મૌન સેવ્યું હોવાની એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓ દ્વારા વાત કરવામાં આવી હતી.

શિક્ષણપ્રધાન સમક્ષ NSUIની રજૂઆતઃ ફી માફી સહિત 3 મુદ્દે કરી રજૂઆત, આંદોલનની ચીમકી આપી
શિક્ષણપ્રધાન સમક્ષ NSUIની રજૂઆતઃ ફી માફી સહિત 3 મુદ્દે કરી રજૂઆત, આંદોલનની ચીમકી આપી
જો રાજ્ય સરકાર એક પણ મુદ્દાને અનુસરશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તા નિખીલ સવાણીએ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.