ETV Bharat / city

રાજકોટ અગ્નિકાંડ : હવે ડી. એ. મહેતા તપાસ પંચ કરશે ઇન્કવાયરી, કે. એ. પુંજ કમિશન વ્યસ્ત હોવાને કારણે રાજ્ય સરકારે બદલ્યો નિર્ણય

author img

By

Published : Dec 1, 2020, 12:28 AM IST

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. જેમાં રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય કરીને સમગ્ર ઘટનાની તપાસ કે. એ. પુંજ કમિટીને તપાસ સોંપી હતી, પણ પુંજ કમિટી વ્યસ્ત હોવાને કારણે રાજ્ય સરકારે રાજકોટ અગ્નિકાંડની તપાસ ડી. એ. મહેતા હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસને સોંપવાનો નિર્ણય કર્યો છે.

પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા
  • રાજકોટ અગ્નિકાંડમાં હવે તાપસ કરશે ડી. એ. મહેતા પંચ
  • જસ્ટિસ કે. એ. પુંજ કમિટી અન્ય તપાસમાં વ્યસ્ત
  • રાજ્ય સરકારે ત્વરિત તપાસ માટે તપાસ કમિટીમાં બદલાવ કર્યો

ગાંધીનગર : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. જેમાં રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય કરીને સમગ્ર ઘટનાની તપાસ કે. એ. પુંજ કમિટીને તપાસ સોંપી હતી. જોકે, પુંજ કમિટી વ્યસ્ત હોવાને કારણે રાજ્ય સરકારે રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ ડી. એ. મહેતા હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અગાઉ કે. એ. પુંજ કમિટીને સોંપવામાં આવી હતી તપાસ

ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ ઘટનાની તપાસ માટે અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જસ્ટિસ કે. એ. પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતું પૂંજ અન્ય ન્યાયિક તપાસમાં વ્યસ્ત હોવાને કારણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઘટનાની ત્વરિત તપાસ થાય એ આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સોમવારે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યુ છે. આ તપાસ પંચ આગામી 3 માસમાં રાજય સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.

હાઈકોર્ટના પૂર્વ જજ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવામાં આવશે

રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ હવે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે.

3 મહિનામાં રિપોર્ટ સબમિટ થશે

આગના આ બનાવ સંદર્ભે રાજય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને તેથી જ ઘટનાની સત્વરે ન્યાયિક તપાસ થાય એ માટે સરકારે ઝડપી પગલા લઈને કમીશન ઓફ ઈન્કવાયરી એક્ટ 1952(60)થી મળેલી સત્તાની રૂએ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષપદે આ તપાસ પંચ નિમવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પંચ ઘટનાની તલસ્પર્શી તપાસની સાથે ઘટનાનો રિપોર્ટ આગામી ત્રણ માસમાં સબમીટ કરશે.

જાણો શું છે સમગ્ર ઘટના

27 નવેમ્બર : રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વોર્ડ બળીને ખાખ

રાજકોટઃ મવડી વિસ્તારમાં આવેલા આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલના બીજા માળે ICU વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ICU વોર્ડમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાંથી આગ લાગવાની ઘટનામાં 6 દર્દીઓના મોત થયા છે. ICU વોર્ડની ETV ભારત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જે સંપૂર્ણ બળીને ખાખ થયો છે. FSLની ટીમ આવીને તપાસ કરશે ત્યાર બાદ જ આગ લાગવાનું કારણ સામે આવશે. હાલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.