ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી રહેલી ચાર સીટોને લઈને હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની સભ્ય સંખ્યા પ્રમાણે ભાજપની સીટ ઓછી થઈ શકે છે. જ્યારે કોંગ્રેસને એક સીટનો સીધો ફાયદો થવાનો છે. આવા સમયે ભાજપ ત્રીજી સીટ મેળવવા માટે મરણિયો બન્યો હોય તેઓ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મુખ્ય પ્રધાનને લઈને પેરાશૂટની જેમ મૂકવામાં આવેલા વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બનાવી દીધા હતા, ત્યારે નીતિન પટેલને રીતસરની ફાળ પડી હતી.
નાણાં ખાતું નીતિન પટેલ પાસેથી આંચકી લેવામાં આવ્યું હતું. જે બાદ નીતિન પટેલે પોતાની નારાજગી બતાવતા નાણાં ખાતું પરત મળ્યું હતું. ત્યારથી નીતિન પટેલને સાઇડલાઇન કરવાની વાતો ચાલી રહી છે. તેવા સમયે છેલ્લા એક સપ્તાહથી વિધાનસભામાં અને વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિનભાઈને મીડિયા દ્વારા ખુલ્લી ઓફર આપી રહ્યાં છે કે, તમે ધારાસભ્યો લઈને આવો અમે તમને મુખ્યપ્રધાન બનાવીશું.