ગાંધીનગરઃ વકફ ટ્રીબ્યુનલની કચેરીનું આજે બ્લોક નંબર 6 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે વકફના વહીવટ અને આ કંપની સંપત્તિ સંબંધિત કામગીરી વધુ ઝડપથી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર છે. વર્ષ 1995માં અધિનિયમ અમલમાં આવ્યો હતો જે હેઠળ વકફ નોંધણી કરવામાં આવે છે. સંબંધિત તકરારોનું ઝડપી અને યોગ્ય નિવારણ કરવામાં આવે તે માટે વર્ષ 2013 વકફ અધિનિયમનો સુધારો અમલમાં આવતાં ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી હતી.
ટ્રીબ્યુનલમાં રાજ્યની ન્યાયિક સેવાના સભ્ય રાજ્યની વહીવટી સેવાના સભ્ય અને ઇસ્લામિક કાયદાના ન્યાય શાસ્ત્રના જાણકાર એમ ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલના વકફ ટ્રીબ્યુનલમાં એક ચેરમેન અને બે સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે વકફ ટ્રીબ્યુનલના ચેરમેન તરીકે ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના અધિકારી ફરજ નિભાવે છે.