ETV Bharat / city

આફતને અવસરમાં પલટી : રાજ્યમાં કોરોનાકાળમાં નવા 8046 મેડિકલ સ્ટોર ખુલ્યાં, 9 હજારથી વધુને રોજગારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એક વખત કોરોનાની 'આફત' ને 'અવસર' માં ફેરવવાનું કહ્યું હતું. જેને ગુજરાતીઓએ ગંભીરતાથી લીધી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધીના એક વર્ષના ગાળામાં 8,046 નવા મેડિકલ સ્ટોર ( Medical Store ) ખુલ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં કોરોનાકાળમાં નવા 8046 મેડિકલ સ્ટોર ખુલ્યાં, 9 હજારથી વધુને રોજગારી

author img

By

Published : Jun 8, 2021, 4:51 PM IST

Updated : Jun 8, 2021, 7:55 PM IST

  • રાજ્યમાં કોરોના કાળ દરમિયાન 8046 મેડિકલ સ્ટોર શરૂ થયા
  • મેડિકલ સ્ટોર માટે 7838 લોકોએ કરી હતી અરજી
  • છેલ્લા 5 માસમાં જ નવા 1645 મેડિકલ સ્ટોર ખુલ્યા

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આપત્તિમાંથી અવસર શોધવો એ ગુજરાત અને ગુજરાતીઓની એક કળા છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન ગુજરાત રાજ્યમાં નવા 8046 જેટલા મેડિકલ સ્ટોર ( Medical Store ) શરૂ થયા છે, આ તમામ મેડિકલ સ્ટોર ફક્ત માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધીમાં જ શરૂ કરાયા છે.

રાજ્યમાં કોરોનાકાળમાં નવા 8046 મેડિકલ સ્ટોર ખુલ્યાં, 9 હજારથી વધુને રોજગારી

મેડિકલ સ્ટોર માટે 7838 લોકોએ કરી હતી અરજી

મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે જે-તે વ્યક્તિએ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ( Food and Drugs Department ) ને અરજી કરવી પડતી હોય છે. ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે 7838 લોકોએ મેડિકલ શોપ શરૂ કરવા માટે અરજી કરી હતી. જ્યારે જૂની અરજીઓ પેન્ડીંગ હોવાથી રાજ્યમાં કોરોનાના સમયગાળા દરમિયાન 8046 નવા મેડિકલ સ્ટોર શરૂ કરાયા છે.

સૌથી વધુ મેડિકલ સ્ટોર અમદાવાદમાં શરૂ કરાયા

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ( Food and Drugs Department ) તરફથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 5 મહિનામાં કુલ 145 જેટલા નવા મેડિકલ સ્ટોર ( Medical Store ) ખોલ્યા છે. જ્યારે એક વર્ષની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ 1734 નવા મેડિકલ સ્ટોર ( Medical Store ) શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વમાં 841 મેડિકલ સ્ટોર અને અમદાવાદ પશ્ચિમમાં 893 નવા મેડિકલ સ્ટોર શરૂ કરાયા છે. જ્યારે સુરતમાં 1213, વડોદરામાં 800, રાજકોટમાં 415 અને અમદાવાદ ગ્રામ્યમાં 544 જેટલા નવા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે.

આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં જ 1645 લોકોએ કરી હતી અરજી

રાજ્યમાં જાન્યુઆરી 2021થી લઈને મે 2021 સુધી 1,645 જેટલા ફાર્માસિસ્ટ દ્વારા મેડિકલ સ્ટોર ( Medical Store ) ના લાયસન્સ માટે અરજી કરવામાં આવી હતી. આમ, કોરોનાની બીજી લહેર દરમિયાન પણ લોકો મેડિકલ સ્ટોર ( Medical Store ) વધુ ખુલે અને લોકોને સરળતાથી દવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી નવા મેડિકલ સ્ટોરની અરજીઓ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ( Food and Drugs Department ) ને પ્રાપ્ત થઈ હતી.

Last Updated : Jun 8, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.