- કોરોનાએ સતત બીજી વખત નવરાત્રી બગાડી
- રાજ્યના મોટા ગરબા આયોજકોએ લીધો નિર્ણય
- સતત બીજા વર્ષે રાજ્યમાં નવરાત્રી નહિં ઉજવાય
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતીઓ માટે નવરાત્રીએ મહત્વના તહેવારો પૈકીનો એક છે. જોકે, કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રી યોજાઈ ન હતી. જોકે, આ વર્ષે હાલમાં રાજ્યમાં કોરોના કાબૂમાં હોવા છતા રાજ્યના મોટાભાગના ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ખેલૈયાઓ આ વર્ષે પણ ગરબે નહિ ઘૂમી શકે.
તમામ મોટા શહેરના ગરબા આયોજકોએ કરી જાહેરાત
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોના ગરબા આયોજકોએ જાહેરાત કરીને માહિતી આપી હતી. જોકે, હજુ સુધી સરકાર તરફથી ગરબા યોજવા કે ન યોજવા તેને લઈને કોઈ ચોખવટ કરવામાં આવી નથી.