ETV Bharat / city

8 વર્ષ પહેલા સાચું સાબિત થયું હતું 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર, ભાજપ કરશે વિશેષ ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત વડાપ્રધાન તરીકે 26 મે 2014ના દિવસે શપથ (Narendra Modi takes oath as a PM in May 2014) લીધા હતા. ત્યારે આવતીકાલે (26 મે)એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વર્ષ (Narendra Modi completed eight years as a PM) પૂર્ણ થાય છે. તેવામાં ભાજપે સમગ્ર દેશમાં ઉજવણીનું આયોજન કર્યું છે.

8 વર્ષ પહેલા સાચું સાબિત થયું હતું 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર, ભાજપ કરશે વિશેષ ઉજવણી
8 વર્ષ પહેલા સાચું સાબિત થયું હતું 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર, ભાજપ કરશે વિશેષ ઉજવણી
author img

By

Published : May 25, 2022, 8:37 AM IST

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના વડાપ્રધાન તરીકે 26 મે 2014ના દિવસે પહેલી વખત શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે હવે આવતીકાલે (26 મે)એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને આઠ વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં કેન્દ્રિય ભાજપે આ 8 વર્ષની ઉજવણીનું (BJP Celebration all over India) આયોજન કર્યું છે. આ ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ હિમાચલ પ્રદેશ ખાતે યોજાશે અને તમામ રાજ્યોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અન્ય રાજ્યોના ભાજપના પદાધિકારીઓ જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી PMOની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી PMOની મુલાકાતે

ગુજરાતમાં પણ થશે ઉજવણી - તો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 8 વર્ષના શાસનની ઉજવણી (Narendra Modi completed eight years as a PM ) ગુજરાતમાં પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં 10 દિવસના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 વખત ગુજરાત પ્રવાસે પણ આવશે, જેમાં 28 મેએ તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સરકાર સંમેલન અને ત્યારબાદ 9 અથવા 10 તારીખે ચીખલી ખાતે મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વર્ષ  2014માં નરેન્દ્ર મોદીએ પહેલી વખત વડાપ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો હતો

સરકારે કર્યું આયોજન - ગુજરાતમાં પણ આ અંગે ઉજવણી (Narendra Modi completed eight years as a PM) કરાશે. ત્યારે હવે રાજ્ય સરકારે પણ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અલગ અલગ જિલ્લામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના (Central and State Government schemes) લોકો સુધી પહોંચે તે બાબતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ આયોજનમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનો અને અલગ અલગ જિલ્લાની ફાળવણી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કુલ 10 દિવસનું આયોજન કરાયું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- ચૂંટણી ફંડ એકઠું કરવા માટે ભાજપ કાર્યકર્તાઓને અપાયો આટલો ટાર્ગેટ, રકમ આ રીતે ચૂકવવાની રહેશે

કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર કરાશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જેટલા પણ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે અને મહત્વની યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેમાં આરોગ્ય કાર્ડ, વન નેશન વન રેશન, કોરોનાના કપરા કાળમાં કરેલી કામગીરી, ખેડૂતોને આર્થિક સહાય, નોટબંધી, જીએસટી અમલીકરણ, રામ મંદિર, કલમ 370 નાબૂદ કરવી જેવી કામગીરી અને તેની અસરો લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય કિસાન સન્માન નિધિ યોજનામાં (Pradhanmantri Kisan Sanman Nidhi Program) કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને આપેલી આર્થિક સહાય અને વધારાની જાહેરાતો તથા આવનારા ભવિષ્યની મહત્વની જાહેરાતો પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ 26 મે 2014માં વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા

આ પણ વાંચો- BJP Completed 8 Years: ભાજપ એક પખવાડિયા સુધી યોજશે એક પછી એક અનેક કાર્યક્રમ

તમામ જિલ્લામાં યોજાશે કાર્યક્રમો - ભાજપ પક્ષ તરફથી મળતી માહિતી પ્રમાણે, એક અઠવાડિયાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર યોજવામાં આવશે, જે તમામ જિલ્લા અને તાલુકા ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (BJP National President JP Nadda), પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP State President CR Patil) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રદેશના નેતાઓ અને રાજ્ય કક્ષા તેમ જ કેબિનેટ કક્ષાના પ્રધાનોને સાથે રાખીને કાર્યક્રમ (BJP Celebration all over India) યોજાશે. જ્યારે 30 મેએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ વર્ષમાં (Narendra Modi completed eight years as a PM) જેટલા પણ કાર્યો કર્યા છે તે અંગે એક પુસ્તિકા પણ વિમોચન કરવામાં આવશે.

15 દિવસનો કાર્યક્રમ - ભાજપના નેતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, 31 મેએ સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ (Pradhanmantri Kisan Sanman Nidhi Program) ટેક્નોલોજીના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને સંબોધન કરશે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો, 2 અને 3 જૂનના દિવસે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા વિસ્તારની અંદર ભાજપ પક્ષના નેતાઓ પ્રચાર પ્રસાર કરશે. ત્યારબાદ 5 જૂનથી ભાજપ પક્ષના બધા મોરચાઓ અલગ અલગ શક્તિ કેન્દ્ર અને બૂથ સુધી જશે.

પાટીલ અને પટેલ કરશે જાહેરાત - જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈને કામ કરવું અને કેન્દ્ર સરકારની 8 વર્ષની સિદ્ધિઓની (Narendra Modi completed eight years as a PM) વાત કરશે. તેમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો અને પણ જાહેર જનતાની વચ્ચે જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોની ચર્ચા કરશે. જ્યારે 10 દિવસનો સત્તાવાર કાર્યક્રમ (BJP Celebration all over India) 1 જૂનના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પત્રકાર પરિષદ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.