ETV Bharat / city

નરસિંહ મહેતા સરોવરમાં બનશે આઇલેન્ડ! ફાળવવામાં આવી સ્પેશિયલ ગ્રાન્ટ

જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરનો (Narsinh Mehta Sarovar) અદ્યતન વિકાસને લઈને સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે આ સ્પેશિયલ ગ્રાન્ટ થકી તળાવની આસપાસ આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવાની (Junagadh Narsinh Mehta Sarovar) વાતો સામે આવી રહી છે.

Narsinh Mehta Sarovar : નરસિંહ મહેતા સરોવરમાં આઇલેન્ડ જેવી સુવિધા માટે સ્પેશિયલ ગ્રાન્ટ

author img

By

Published : Jul 19, 2022, 3:52 PM IST

ગાંધીનગર : મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં વિકાસના કામો માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે. આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના (Narsinh Mehta Sarovar) અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ 48.32 કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત મુખ્યપ્રધાન સમક્ષ રજુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતી, નરસિંહ મહેતાનો ચોરો આજે પણ દર્શનાર્થીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર

આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ - મુખ્યપ્રધાને આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલી 19.49 કરોડ ઉપરાંત આ 28.83 કરોડ રૂપિયા સ્પેશિયલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે. જૂનાગઢના આ નરસિંહ મહેતા સરોવરના 9.9 હેક્ટર વિસ્તારનો કુલ 48.32ના ખર્ચે બે તબક્કામાં વિકાસ કરવામાં આવશે. જેમાં મહાનગરપાલિકાએ આ લેક ડેવલપમેન્ટ માટેનો જે (Narsinh Mehta Sarovar Grant) માસ્ટર પ્લાન રજુ કર્યો છે. તે મુજબ તળાવને ફરતે રીંગરોડ, એમ્બેકમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશદ્વાર, બોટીંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઈટ પોલ્સ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવેલો છે.

આ પણ વાંચો : Indian Spot Billed Duck in Junagadh: જળકુકડી, બતકને અપાતો ખોરાક નોતરી શકે છે વિનાશ, સંશોધનકર્તાનો દાવો

કેટલા લોકોને થશે ફાયદો - તળાવના આજુબાજુના એરીયાની ગટરનું પાણી તળાવમાં ભળતુ અટકાવવા માટે ઇન્ટરસેપ્શન ડ્રેનેજ લાઈન તેમજ પમ્પીંગ સ્ટેશનની કામગીરી અમૃત સ્કીમ અંતર્ગત 10.00 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. નરસિંહ મહેતા (Narsinh Mehta Sarovar Development) સરોવરના અદ્યતન વિકાસનો આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આજુબાજુની અંદાજીત 30,000ની વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારને ફાયદો થશે. એટલું જ નહિ, શહેરની મધ્યમાં રીંગરોડ તેમજ પાર્કિંગ બન્નેથી ટ્રાફીકની સમસ્યા દૂર થશે, તળાવનું ડેવલોપમેન્ટ કાર્ય પૂર્ણ થતા શહેરીજનો તેમજ જૂનાગઢ આવનારા પ્રવાસીઓને વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ (CM Grant for Junagadh) માટે એક નવું નજરાણું ભેટ મળવા જઈ રહી છેે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.