- વડાપ્રધાન મોદી બાદ તેમના માતા હીરાબાએ વેક્સિન લીધી
- PM મોદીએ ટ્વીટ કરીને કરીને આપી માહિતી
- દેશના તમામ નાગરિકોને વેક્સિન લેવા માટે કરી અપીલ
ગાંધીનગર: દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. ત્યારે દેશમાં જ બનાવવામાં આવેલી વેક્સિન લેવાની પ્રક્રિયા પણ 16 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી અને ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધા બાદ મહાશિવરાત્રિના દિવસે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.
વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી ગાંધીનગર ખાતે રહેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, 'મને જાણ કરતાં આનંદ થાય છે કે, મારી માતાએ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે, હું તમને બધાને પણ અપીલ કરું છું કે તમે અને તમારી આસપાસમાં રહેતા અને રસી લેવાને લાયક લોકોને પણ કોરોનાની રસી લે.' ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે વડાપ્રધાન નિવાસ સ્થાનેથી સવારે વહેલી સવારે ઓટો રિક્ષામાં સવારી કરીને તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.