- 30 લાખ રૂપિયા આ પ્રોજેકટમાં ફાળવાયા
- અન્ય માતાઓ મિલ્ક ડોનેટ કરશે
- સિવિલમાં લવાઈ મશીનરીઓ
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા બાળકોને માતાનું દૂધ મળી શકે તે હેતુથી મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવી રહી છે. જોકે, આ પહેલા આ મિલ્ક બેંક વડોદરા, સુરત અને વલસાડમાં પણ શરૂ કરવામાં આવી છે. આ બેંક ગાંધીનગર સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવશે, જેને લઇને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. નવી બેંક બનાવવા માટેના સાધનો પણ અહિં લાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વ્યવસ્થા મિલ્ક ડોનેટ કરનારી માતાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો- વડોદરાની સયાજી હોસ્પિટલમાં નવજાત શિશુઓ માટે મિલ્ક બેન્કની સ્થાપના કરાઇ
ખાસ પ્રકારના મશીન દ્વારા મિલ્ક પેસ્ચ્યૂરાઇઝ્ડ કરવામાં આવશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આ માટે ત્રણ જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં એક રૂમમાં માતાઓનું કાઉન્સિલીંગ કરવામાં આવશે જ્યારે બીજી રૂમમાં તેઓ મિલ્ક ડોનેટ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, અન્ય એક રૂમમાં ખાસ પ્રકારે લાવવામાં આવેલા પેસ્ચ્યૂરાઇઝ્ડ મશીન કે જેના દ્વારા માતાના દૂધને
પેસ્ચ્યૂરાઇઝ્ડ કરીને સ્પેશિયલ લવાયેલા ફ્રીઝરમાં સ્ટોર કરવામાં આવશે. જેનો ઉપયોગ અન્ય બાળકો માટે જરૂરિયાત અનુસાર કરવામાં આવશે. લગભગ બે દિવસમાં જ આ મશીનરી સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના માટે સ્પેશ્યલ મુંબઈથી એક્સપર્ટ મશીનરી ફીટ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો- સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...
ફિડિંગ નહીં કરી શકતા માતાના ધાવણથી પોષણ મળી રહેશે
ઘણા એવા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, બાળક ફિડિંગ કરી શકતું નથી. જ્યારે કેટલીક માતાઓ પણ ફિડિંગ કરાવવામાં અસક્ષમ હોય છે, ત્યારે આ બાળકો માટે આ પ્રકારની ખાસ હ્યુમન મિલ્ક બેંક ઉભી કરવામાં આવી રહી છે. જેમાં ફિડિંગ નહીં કરી શકતા બાળકોને અન્ય માતાના ધાવણ થકી પોષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.