ETV Bharat / city

રાજ્યના 35 લાખથી વધુ MSME એકમોને આત્મનિર્ભરતા-કેપેસિટી-માર્કેટ સપોર્ટથી ગ્લોબલ MSME મેપ પર સ્પર્ધામાં સહાય મળશે - આત્મનિર્ભર ભારત

ગુજરાતના 35 લાખથી વધુ MSME ઊદ્યોગોને આત્મનિર્ભરતા, કેપેસિટી બિલ્ડીંગ અને માર્કેટ સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં ભારત સરકારની સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયા SIDBIનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન મળતાં થશે.

Vijay rupani
વિજય રૂપાણી
author img

By

Published : Sep 15, 2020, 8:03 PM IST

ગાંધીનગર : ગુજરાતના 35 લાખથી વધુ MSME ઊદ્યોગોને આત્મનિર્ભરતા, કેપેસિટી બિલ્ડીંગ અને માર્કેટ સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં ભારત સરકારની સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયા SIDBIનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન મળતાં થશે. આત્મનિર્ભરતા-કેપેસિટી બિલ્ડીંગ-ટેકનોલોજી, ટ્રાન્સફર-ઇનોવેશન અને માર્કેટ સપોર્ટથી ગ્લોબલ MSME મેપ પર સ્પર્ધામાં સહાય-મદદ મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના MoU ગુજરાત સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગ તથા SIDBI વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે.

સીએમ વિજય રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી નવી ઊદ્યોગ નીતિ-2020 અન્વયે MSME માટે વિવિધ પ્રોત્સાહન સહાય યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. રાજ્યના ઊદ્યોગ-વેપાર ક્ષેત્રની કરોડરજ્જુ-બેકબોર્ન સમાન MSME સેકટરને સતત પ્રોત્સાહન આપી વિશ્વમાં રાજ્યના MSMEને આર્થિક સદ્ધરતા આપવા પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં, આવા MSME ઊદ્યોગોને કેપિટલ સબસિડી, વ્યાજ સહાય સબસિડી, પેટન્ટ સહાય, ટેક્નોલોજી એક્વીઝેશન જેવા પ્રોત્સાહનોથી ગ્લોબલ માર્કેટ સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનાવવાનો પણ ધ્યેય રહ્યો છે.

આ સંદર્ભમાં SIDBI સાથે થયેલા આ MoUથી રાજ્યના MSME એકમો માટે ટ્રેનિંગ તથા કેપેસિટી બિલ્ડીંગના કાર્યક્રમો દ્વારા ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશનને વેગ મળશે. SIDBI દ્વારા રાજ્યના MSME ક્લસ્ટર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અને કોમન ફેસેલિટી સેન્ટર્સની સંભાવના ચકાસવા સાથે તેનું મૂલ્યાંકન પણ કરાશે. ભારત સરકારની આ SIDBI બેન્ક રાજ્યના નાના ઊદ્યોગોને પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતીમાંથી સક્ષમતાથી બેઠા થવામાં મદદરૂપ થશે.

આ ઉપરાંત રાજ્યમાં MSME ક્ષેત્રની યોજનાઓ, પ્રોજેક્ટ્સ તથા પહેલરૂપ બાબતોના પ્રવર્તમાન માળખાનો અભ્યાસ કરીને તેની વ્યાપકતા, અસરકારકતા વધારવાના સૂચનો પણ રાજ્ય સરકારને SIDBI કરશે. MSME એકમોને વિશ્વના પ્રવાહો સાથે કદમ મિલાવવા સજ્જ કરવા ડિજિટલ પ્લેટફોર્મ પુરૂં પાડવા હેન્ડહૉલ્ડીંગમાં પણ SIDBI સહાયક બનવાની છે.

સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં મહત્તમ રોજગારી આપતા MSME એકમોને કોરોનાની સ્થિતીમાંથી પૂર્વવત ધમધમતા કરવામાં આ MoU અત્યંત ફળદાયી નિવડશે.

કોરોનાના કપરા કાળમાં આવા MSME એકમોને નાણાંકીય તકલીફથી મુક્ત કરવા ભારત સરકારના આત્મનિર્ભર પેકેજ અન્વયે ઇમરજન્સી ક્રેડીટ લીંક ગેરન્ટી સ્કીમમાં અત્યાર સુધીમાં રાજ્યના 2,11,532 MSME એકમોને રૂપિયા 10,56,268 લાખની લોન મંજૂર કરવામાં આવેલી છે.

મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ ખાણના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા SIDBIના ડી.એમ.ડી. વસંત સત્યવૈંકટરાવે આ MoU પર મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ હસ્તાક્ષર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.