ETV Bharat / city

રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મહત્વની જાહેરાત, આ પ્રકારના મળશે લાભ...

રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને લઇને આજે મહત્વની જાહેરાતો(important announcement for farmers) કરવામાં આવી છે. વર્ષ 2022-23 માં કેન્દ્ર સરકાર ખાતરની સબસીડી(Fertilizer subsidy) માટે રૂપિયા બે લાખ કરોડ કરતાં વધુની રકમ ચૂકવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મહત્વની જાહેરાત, આ પ્રકારના મળશે લાભ...
રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મહત્વની જાહેરાત, આ પ્રકારના મળશે લાભ...
author img

By

Published : May 9, 2022, 6:48 PM IST

ગાંધીનગર : રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આજે મહત્વની જાહેરાત(important announcement for farmers) કરી હતી, જેમાં ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે જિલ્લાઓમાં આવેલી આવેલી APMC માં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલો રુપિયા બે ની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત(Financial assistance to farmers) કરવામાં આવી છે. આમ કુલ 100 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. રૂપાણી સરકારમાં પણ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેનું પાલન થયું ન હતું.

રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મહત્વની જાહેરાત, આ પ્રકારના મળશે લાભ...

આ પણ વાંચો - Solar Power Technology: ખેતી માટે પાવરનો અભાવ છે ત્યારે એક ખેડૂત સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરે છે, જાણો છો?

ટેકાના ભાવે કરાશે ચણાની ખરીદી - રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે મંજૂર કરેલ 4.65 લાખ મેટ્રીક ટનથી વધારીને કુલ 5.36 લાખ મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી ટેકાના ભાવે ચણાના વેચાણ માટે નોંધાયેલા કુલ ત્રણ લાખથી વધુ ખેડૂતો પાસે રૂપિયા 2,800 કરોડથી વધુના મૂલ્યની ચણાની ખરીદી કરી શકાશે, જ્યારે 06 મે સુધીમાં રાજ્ય સરકારે 2.83 લાખથી વધુ ખેડૂતો પાસેથી 4.59 લાખ મેટ્રીક ટનથી વધુ ટેકાના ભાવે ચણાની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 29મી સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરી શકાશે.

આ પણ વાંચો - Mango Cluster Development Program : દેશના 12 પાયલોટ ક્લસ્ટરોમાં ગુજરાતનું આ સ્થળ પસંદ થયું, ફાયદો શું થશે જાણો

ખાતરમાં અપાશે સબસીડી - ખાતર બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાને જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ખર્ચમાં વધારો થવા છતાં પણ વધારાનો ભાર ખેડૂતો પર સીધો ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સબસીડીની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 2022માં કેન્દ્ર સરકાર ખાતરની સબસીડી માટે બે લાખ કરોડ કરતાં વધુ રકમ ચૂકવશે. મહત્વની વાત કરવામાં આવે તો ગત ખરીફ ઋતુમાં રાજ્યમાં સપ્લાય થયેલ 16.50 લાખ મેટ્રિક ટન ખાતર માટે કુલ 2,181.80 કરોડની સબસીડીની સાપેક્ષમાં અઢી ગણાનો વધારો કરવામાં આવ્યો છે.

દૂધમાં હવે ભેળસેળ નહિ - દૂધમાં અનેક પ્રકારનો મિશ્રણ કરીને લોકોના સ્વાસ્થ્ય આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, ત્યારે અમરેલી ખાતે આવેલ college of dairy science દ્વારા એક નેનો ટેકનોલોજી આધારિત એ ડિસટીકનું સંશોધન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી દૂધમાં આઠ પ્રકારની ગણતરીની સેકન્ડમાં પકડી શકાય છે. આ ટેકનોલોજીનું અત્યારે ટ્રેડમાર્ક માટે અને પેટન્ટ માટેની કામગીરી અત્યારે કાર્યરત છે, જ્યારે દૂધમાં ભેળસેળ કરવામાં આવતા માનવીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેને અટકાવવા માટે આ નવીન ડીપસ્ટીક સંશોધન ખૂબ મદદરૂપ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.