ETV Bharat / city

Rainfall forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની કરી આગાહી - Latest news of Gandhinagar

શરૂઆતના તબક્કે વરસાદ પડ્યા બાદ વરસાદે (rain) વિરામ લીધો હતો, જાણીતા હવામાન નિષ્ણાત (Meteorologist) અંબાલાલના કહેવા અનુસાર મંગળવારથી ફરી ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં બુધવારથી વરસાદ પડે તેવી શક્યતા છે. તેમને કરેલી નક્ષત્રો આધારિત આગાહી મુજબ ખેડૂતો માટે સારા સમાચાર છે. જેમણે અન્ય કયા ભાગોમાં ક્યારે વરસાદ પડશે તે અંગે પણ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

Rainfall forecast
Rainfall forecast
author img

By

Published : Aug 17, 2021, 3:48 PM IST

  • દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે
  • શરૂઆતના વરસાદ બાદ ફરી વરસાદ ન થતા ખેડૂતો નિરાશ થયા હતા
  • નક્ષત્રો આધારિત અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી

ગાંધીનગર: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) કરેલી આગાહીમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. જેઓ નક્ષત્રો આધારિત અને પોતાના વર્ષોના અનુભવને આધારે આગાહી કરવા માટે જાણીતા છે. જેમણે તારીખ 17 ઓગસ્ટથી એટલે કે મંગળવારથી દક્ષિણ ગુજરાતથી વરસાદની એન્ટ્રી થશે તેવું જણાવ્યું હતું. 18 અને 19 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. 21થી 23 ઓગસ્ટમાં પણ વરસાદ (rain) થવાની શક્યતા રહેશે. જે બાદ ફરી 25 થી 28 ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની કરી આગાહી

આ પણ વાંચો: Rain in Gujarat: ચોમાસુ સક્રિય થવાની આગાહી, આ તારીખોમાં ભારે વરસાદ પડી શકે

મધ્ય ગુજરાત અને પૂર્વ- મધ્ય ગુજરાતના પંચમહાલ સહિતના ભાગોમાં વરસાદ વધુ પડશે

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સમગ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે પરંતુ વરસાદ એકધારો નહીં પડે. કોઈ ભાગમાં પડશે કોઈ ભાગમાં નહીં પણ પડે. આ બધામાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુર, મહેસાણાના ભાગો, બેચરાજી, સમી, વગેરે ભાગોમાં વરસાદ પડશે, તેમજ સુરેન્દ્રનગર ભાગોમાં કેટલાક સમયથી વરસાદ નથી તેવા પાટડી, દસાડા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે. રણ પ્રદેશમાં ઝીંઝુવાડા, કચ્છ સહિતના એરિયામાં વરસાદ ઓછો થશે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે. જેથી આહવા, ડાંગ સહિતના દક્ષિણના ભાગોમાં વરસાદ (rain) રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું.

આ પણ વાંચો: ઉપરવાસમાં નહિવત વરસાદથી બનાસકાંઠાના ત્રણેય જળાશયોના દેખાયા તળિયા

કૃષિના પાકો જે મુરઝાય ગયા છે, સુકાઈ ગયા હશે તેનું પુનઃ વાવેતર થઈ શકશે

આગાહી કરતા અંબાલાલ પટેલે (Ambalal Patel) કહ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરનું વહન સક્રિય થતું ન હતું, હવાનું દબાણ આ પહેલા નહોતા પરંતુ હવે સક્રિયતા વધી છે. આજથી ચોમાસુ શરૂ થઈ જાય છે. વરસાદ ખેંચાવાથી ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા. કેટલાક ઉભા કૃષિ પાકો મુરઝાય છે પરંતુ હવેના વરસાદથી સરવાઈવ થઈ શકશે. પાકોનું પુનઃ વાવેતર પણ થઈ શકશે. શરૂઆતનું ચોમાસુ નિષ્ફળ જતા ખરીફ પાકોને નુકશાન થયું છે. વરસાદમાં રવી પાકો સારા થવાની શક્યતા છે. એમાં ભાલ જેવા ભાગમાં અથવા બિન પિયત ભાગોમાં ચણા અને બીનપિયત ઘઉં સારો થશે. તેલીબિયા પાકોમાં રાયડો સારો થશે. 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી વરસાદનું પાણી સારું નહિ રહે. જે બાદ સારું રહેશે. 25 ઓકટોબર પછીનો વરસાદ થતાં કપાસની રૂની ક્વોલિટી બગડશે.

આ તારીખે ગુજરાતના અન્ય ભાગોમાં પડશે વરસાદ

અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં કહ્યું કે, 17 અને 18 ઓગસ્ટે બારડોલી, સુરત વિસ્તારના ભાગમાં વરસાદ રહેશે. ત્યાર બાદ લગભગ બે-ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં 20 તારીખથી સારો વરસાદ પડશે. તારીખ 21થી 30 ઓગસ્ટ સુધીમાં પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. તારીખ 25થી 28 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ માસના અંતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે. મેઘ જ્યાં ચડશે ત્યાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 13 સપ્ટેમ્બર 13થી ઓક્ટોબર સુધીમાં ભારે ગરમી રહેશે અને આ ગરમીના લીધે ધાન્ય પાકોની નિઘલ અવસ્થા સારી થશે. નિઘલ અવસ્થા નહીં હોય ત્યાં પિયત આપવું સારું રહેશે. વરસાદ પૃથક્ ભાગોમાં પડશે. વરસાદ ગયો નથી આવશે.

નક્ષત્રો આધારિત વરસાદની સ્થિતિ

મઘા નક્ષત્રમાં જે વરસાદ થાય છે. તેના લીધે પાક સારો થાય છે. જો વરસે મઘા તો ધાનના થાય ઢગ. આ મઘા નક્ષત્રનાં પાણી અમૂલ્ય હોય છે. આ વરસાદથી તાપી નદીના જડ સ્ત્રોત અને નર્મદાની સપાટી વધશે. 30મી ઓગસ્ટ બાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું કામ સારું હતું નથી. આ નક્ષત્રમાં પાક બગડી જતો હોય છે. ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું સારું ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશે તે 13 સપ્ટેમ્બર આસપાસ થશે. 25 ઓક્ટોબર સુધી પડનાર વરસાદનું પાણી સારું ગણાય છે અને આ વરસાદી પાણીથી પાકો સારા ગણાય છે. ઓક્ટોબર પછી જો વરસાદ થાય છે તેને સ્વાતિ કહીએ છીએ. જેમાં કપાસની ક્વોલિટી સારી થતી નથી તેવું હવામાન નિષ્ણાંત (Meteorologist) અંબાલાલ પટેલે (Ambalal Patel)કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.