બુથ સમિતિની રચના 11 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી અને મંડલ સમિતિની રચના 1 થી 15 નવેમ્બર સુધી જ્યારે 30 નવેમ્બર 2019 જિલ્લા પ્રમુખની નિમણૂંક થઈ જાય તે મુજબ સંગઠનની સંરચનાની કામગીરી ચાલું છે. કુલ 580 મંડલમાંથી 80 થી 90 મંડળની સંરચના પૂર્ણ થઈ છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય સહ મહામંત્રી વી.સતીષજી, વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય, ઉત્તર, ચારેય ઝોનની બનાવેલ ત્રણ ત્રણ સદસ્યોની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી.
19 થી 22 નવેમ્બર દરમિયાન ગુજરાતના ચારેય ઝોનમાં જિલ્લા પ્રમુખની રચના માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ત્રણ-ત્રણ સદસ્યોની ટીમ બનાવી હતી. જેમા દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજય સરકારમંત્રી ગણપત વસાવા અને મંત્રી કૌશિક પટેલ, મધ્ય ગુજરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જશવંતસિંહ ભાભોર, જ્યારે ઉત્તર ગુજરાતમાં મંત્રી આર.સી.ફળદુ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ પ્રવકતા ભરત પંડયાને કામગીરી સોપી હતી.
સૌરાષ્ટ્રમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહીને ચારેય ઝોનમાં 19થી 22 નવેમ્બર દરમિયાન પ્રવાસ કરીને જિલ્લાની સંકલન સમિતી અને જિલ્લાના મુખ્ય આગેવાનોને મળીને જિલ્લા પ્રમુખના નામોની ચર્ચા વિચારણા કરીને ત્યારબાદ આ સમિતિએ પોતાનો અહેવાલ આજે કમલમ ખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપને આપ્યો હતો.