ભાજપાના ઉત્થાનનું ઉદગમસ્થાન ગુજરાત છે
કોંગ્રેસ નેતૃત્વવીહીન છે ડૂબતું જહાજ છે, કોંગ્રેસમાં બધું અસ્તવ્યસ્ત છે
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના લેન્ડસ્લાઈડ વિજયના ચૂંટણી પરિણામો મળે તે માટે કાર્યકર્તાને શુભેચ્છાઓ
સ્વદેશી વેકસીનને સરકારે સત્વરે મંજૂરી આપી ગાંધીનગર :ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી. બેઠક શરૂ થયા પૂર્વે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, નાયબ મુખ્ય પ્રધાન નતિન પટેલ, ભાજપાના રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડો. ભારતી શિયાળ, ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા, રાજ્ય સરકારના પ્રધાનો , પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ સંસદસભ્યો, જિલ્લા ભાજપા પ્રમુખો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અનેક ઉતાર-ચઢાવ બાદ પરિશ્રમની પરાકાષ્ઠાના ફળસ્વરૂપે ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાના ઉત્થાનનું ઉદગમસ્થાન ગુજરાત છે, સંગઠનની રીતી-નીતિ અને કાર્યશૈલી અને સરકારની ઉત્કૃષ્ટ કામગીરીના સમન્વયનું જીવંત ઉદાહરણ ગુજરાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1989માં દિલ્હીમાં સંગઠનનું કાર્ય કરતા ત્યારથી તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. આજે અનેક ઉતાર-ચઢાવ બાદ પરિશ્રમની પરાકાષ્ઠાના ફળસ્વરૂપે ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે.
સ્વદેશી વેકસીનને સરકારે સત્વરે મંજૂરી આપી
જે.પી.નડ્ડાએ વૈશ્વિક મહામારી કોરોનાના સંદર્ભે જણાવ્યું હતું કે,આત્મનિર્ભર ભારતના નિર્માણની પરિકલ્પના કોરોનાકાળમાં જ વધુ મજબૂત બની. કોરોના સામેની લડાઈમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વિશ્વભરના દેશો વેકસીન બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે દેશની બે સ્વદેશી વેકસીનને મંજૂરી મળી છે તે આનંદની વાત છે.
ભાજપાના ઉત્થાનનું ઉદગમસ્થાન ગુજરાત છે કોરોના કાળની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય કોરોના કાળમાં પણ દેશભરમાં યોજાઇ રહેલી ચૂંટણીઓમાં પણ દેશની જનતા ભાજપાને ભવ્ય વિજય અપાવી રહી છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપાને જનતાએ સૌથી વધુ બેઠકો આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બીડું ઉપાડેલ રાજ્યભરની પેજ કમિટીના કાર્યને વધુ વેગ આપી ઝડપથી પૂર્ણ કરવા માટે આહવાન કરતાં જે.પી નડ્ડાએ જણાવ્યું હતું કે, પેજસમિતિએ ચૂંટણીમાં સફળતા મેળવવાનો રસ્તો છે.
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ દૂરબીનથી શોધીએ તો પણ ન જડે તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસની થવાની છેમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આજે જે.પી.નડ્ડાના આગમનથી ભાજપાના કાર્યકર્તાઓમાં ભાજપાના વિજયને વધુ ભવ્ય બનાવવા નવો આત્મવિશ્વાસ ફૂંકાયો છે. એક તરફ ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનું સબળ નેતૃત્વ છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતૃત્વવીહીન છે ડૂબતું જહાજ છે, કોંગ્રેસમાં બધું અસ્તવ્યસ્ત છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અતિ મહત્વની છે. આ ચૂંટણીઓ બાદ દૂરબીનથી શોધીએ તો પણ ન જડે તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસની થવાની છે. ભાજપનો વિજય નિશ્ચિત છે.
ભાજપે તમામ વર્ગ માટે યોજનાઓ બનાવી - વિજય રૂપાણીવિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપાની સરકાર દ્વારા ખેડૂતો, મહિલાઓ, યુવાનો, આદિવાસીઓ એમ તમામ વર્ગ માટે અનેક યોજનાઓ અમલમાં છે, શાંત, સલામત અને સમૃદ્ધ ગુજરાત માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના તમામ ગામમાં ખેડૂતોને રાતની જગ્યા એ દિવસે વીજળી આપવાની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો પણ રાજ્યમાં અમલ શરૂ થઇ ચૂક્યો છે. ભાજપની સરકારમાં ગુજરાત 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' ની સાથે સાથે 'ઈઝ ઓફ લિવિંગ'ની બાબતમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે.
ભાજપ પાસે સંગઠનની મજબૂત તાકાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રત્યેક કાર્યકર્તા વતી ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપાના મજબૂત સંગઠનની તાકાત અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીથી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયની ભેટ ગુજરાત ભાજપા જે.પી.નડ્ડાને અર્પણ કરશે. આઠે આઠ કોંગ્રેસની બેઠકો જીતાડીને ભાજપના કાર્યકર્તાઓએ પોતાની તાકાતનો પરચો આપી દીધો છે.
ભાજપની પેજ સમિતિના સભ્ય બુદ્ધિજીવી વર્ગ પણ બન્યાસી.આર. પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાજપાના કાર્યકર્તાઓ ઘર-ઘર સંપર્ક કરીને ફોટો સાથેની પેજ સમિતિના કાર્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. પેજ સમિતિના સભ્યોની તાકાતથી મતદારયાદીના પ્રત્યેક પેજ પર વિજય મેળવી બુથ જીતવાથી કોઈ પણ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત થઈ શકે છે. ભાજપના સિનિયર નેતાઓ, રાજ્ય સરકારના પ્રધાનો, સાંસદો, ધારાસભ્યોએ તેમની પેજ સમિતિનું કાર્ય પૂર્ણ કર્યું છે. રાજ્યના ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, શિક્ષકો સહિતના બુદ્ધિજીવી વર્ગના નાગરિકોએ પણ પેજ સમિતિના સભ્ય બનીને આ અભિયાનને સમર્થન આપ્યું છે, તે આનંદનનો વિષય છે. બેઠકમાં ઉપસ્થિત સૌને વિવિધ મુદ્દે સંગઠનાત્મક વિષયો ઉપર તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપતા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષરાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે બેઠકમાં ઉપસ્થિત સૌને વિવિધ મુદ્દે સંગઠનાત્મક વિષયો ઉપર તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. કોરોના મહામારી દરમિયાન રાજ્યની ભાજપા સરકાર દ્વારા કરાયેલી કામગીરી અને કિસાન સૂર્યોદય યોજના અંગેનું પ્રેઝન્ટેશન બેઠકમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.