ETV Bharat / city

ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા મનીષ સિસોદિયા, ભાજપ-કૉંગ્રેસ પર કર્યા પ્રહાર - મનીષ સિસોદિયા

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021)માં 3 ઓક્ટોબરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે અહીં પ્રચાર માટે 'આપ'ના દિગ્ગજ નેતા મનીષ સિસોદીયા (Manish Sisodia) આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પર અનેક પ્રહાર કર્યા.

દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાને કહ્યું- બીજેપી તરફ કોઈને વિશ્વાસ નથી રહ્યો

author img

By

Published : Sep 29, 2021, 6:28 PM IST

Updated : Sep 29, 2021, 10:48 PM IST

  • 'આપ' નેતા મનીષ સિસોદિયા પ્રચાર માટે ગાંધીનગર આવ્યા
  • ગિફ્ટ સિટી ખાતે પોતાના સંબોધનમાં ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
  • બીજેપી તરફ કોઈને વિશ્વાસ નથી રહ્યો: મનીષ સિસોદિયા

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન એવા મનીષ સિસોદિયા (Manish Sisodia) ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021)માં પ્રચાર માટે ગાંધીનગર (Gandhinagar) આવ્યા હતા. આ દરમિયાન ગિફ્ટ સિટી ખાતે મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું કે, "7 વર્ષથી અમને પક્ષમાંથી તોડવાનો પ્રયત્ન બીજેપીએ કર્યો છે, પરંતુ હજુ સુધી આપના નેતાઓને પાર્ટીમાંથી તોડી શકી નથી. અમે કામના દમ પર વોટ માંગીએ છીએ. કોઈ જાતિ કે ધર્મને ધ્યાનમાં રાખીને નહીં." મનીષ સિસોદિયાએ પોતાના નિવેદનથી બીજેપી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા મનીષ સિસોદિયા

ગિફ્ટ સિટી ખાતે 'સંવાદ કાર્યક્રમ'

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021)માં મતદાન 3 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાઈ રહ્યા છે. કોર્પોરેશનના ચૂંટણી પ્રચારમાં ગાંધીનગર ખાતે દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) પણ પહોંચ્યા હતા. તેમણે ગિફ્ટસિટી ખાતે 'સંવાદ કાર્યક્રમ' લોકો સાથે કર્યો હતો. ત્યારબાદ મીડિયાને સંબોધન કર્યું હતું અને બીજેપી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમની સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા.

લોકો પાસે ઑપ્શન ન હોવાથી કોંગ્રેસને મત આપ્યા

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "કોર્પોરેશનની ચૂંટણીને લઈ ગાંધીનગર આવ્યો છું. જેટલું મેં જોયું અને મને લાગી રહ્યું છે કે, જે લહેર અને વિશ્વાસ દિલ્હીમાં જોવા મળતો હતો એ જ અહીં જોવા મળ્યો છે. બીજેપી તરફ કોઈને વિશ્વાસ નથી રહ્યો. અત્યાર સુધી ગાંધીનગરની પ્રજાએ પોતાનો ગુસ્સો બીજેપી તરફ વ્યક્ત કરતા ઓપ્શન ન હોવાથી કોંગ્રેસને મત આપ્યો છે. પરંતુ કોંગ્રેસે પણ ગદ્દારી કરી, લોકોના વોટ સાથે વિશ્વાસ ઘાત કર્યો છે. જનતા ને કહું છું કે તમે ગાંધીનગરની તસ્વીર બદલી શકો છો."

અમારા કામ પર વિશ્વાસ કરો, આપ કરે છે એ કોંગ્રેસ કે બીજેપી નથી કરી શકી: સિસોદિયા

તેમણે વધુમાં કહ્યું કે, "દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી લડી ત્યારે વિશ્વાસ હતો, સુરતની જનતા બદલાવ ઈચ્છતી હતી. પહેલી ચુંટણીમાં 27 સીટો પર જીત મેળવવી એ મોટી ઉપલબ્ધિ હતી. સુરતમાં જમીન પર રહી કામ કરી રહ્યા છીએ. આપ વતી હું જનતાને કહું છું કે તમે ગાંધીનગરની તસ્વીર બદલી શકો છો. અરવિંદ કેજરીવાલ પર તમે વિશ્વાસ કરો છો તો અમારા કામ પર વિશ્વાસ કરો જે અત્યાર સુધી થયા છે. જે કામ આપ કરે છે તે કોંગ્રેસ અને બીજેપી નથી કરી શકી. ગાંધીનગરમાં કામ નથી થયું તે માટે સ્પષ્ટ બહુમતી નથી મળી."

બીજેપીની ઓફિસમાં બેસી કોંગ્રેસની ટિકિટ નક્કી થતી હતી

દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે, "આપ વિકલ્પના રૂપમાં છે. બીજેપીની ઓફિસમાં બેસી કોંગ્રેસની ટિકિટ નક્કી થતી હતી. બીજેપીએ આંકડા છુપાવ્યા છે. કોરોનામાં તેનો બેનિફિટ એમને થાય કે ના થાય, પરતુ લોકોને નુકશાન છે. તેઓ ક્લેમ કે દાવો નથી કરી શકતા. સરકાર પણ બેશરમ થઈ ખબર નથી એવું કહે છે. પોતાની જવાબદારી સમજી સ્વીકારે કે આટલા મોત થયા છે." દિલ્હીમાં ડેથ સર્ટિમાં શું કોવિડ ડેથ લખવામાં આવતું હતું? તેના જવાબમાં તેમણે કહ્યું કે, દર્દીનું મોનિટરિંગ કરતા હતા, એક-એક ડેથના સર્ટિ આપ્યા છે."

આ પણ વાંચો: ગાંધીનગર મહાસંગ્રામ : આપ પાર્ટીએ મેનિફેસ્ટો કર્યો જાહેર, કેવા આપ્યાં વચનો?

આ પણ વાંચો: શું ‘આપ’ થી ડરીને ભાજપને મુખ્યપ્રધાન બદલવા પડ્યા?

Last Updated : Sep 29, 2021, 10:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.