ETV Bharat / city

આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના થશે અંતિમ સંસ્કાર - Madhav Singh Solanki Death

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું લાંબી માંદગી બાદ આજે નિધન થયું છે. આ અંગો શોક વ્યક્ત કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકીના પુત્ર અને ગુજરાતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અમેરિકામાં હોવાના કારણે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ રવિવારના રોજ કરવામાં આવશે.

z
z
author img

By

Published : Jan 9, 2021, 12:51 PM IST

Updated : Jan 10, 2021, 7:52 AM IST

  • રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન
  • રવિવારે કરવામાં આવશે અંતિમવિધિ
  • ભરતસિંહ સોલંકી અમેરિકાથી રવિવારે પરત ફરશે
  • રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો
    માધવસિંહ સોલંકીની અંતિમવિધિ રવિવારે થશે

    ગાંધીનગર: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે લાંબી ઉંમર અને માંદગીના કારણે નિધન થયું છે. આ અંગો શોક વ્યક્ત કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકીના પુત્ર અને ગુજરાતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અમેરિકામાં હોવાના કારણે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ રવિવારના રોજ કરવામાં આવશે.

    કોંગ્રેસને પડી મોટી ખોટ

    અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને અને ભારતના રાજકારણને ના પુરાય તેવી ખોટ પડી છે. માધવસિંહ સોલંકી અનેક મહત્વના રાજ્ય અને દેશને લગતા નિર્ણય કર્યા છે. ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી કેન્દ્ર સરકારમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ ફરજ બજાવી છે જ્યારે ગુજરાતમાં પણ તેઓ મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન તરીકે માધવસિંહ સોલંકીએ ચાર વખત શપથ લીધા હતાં.

    મધ્યાહન યોજના લોકપ્રિય બની
    sas
    માધવસિંહ સોલંકીની અંતિમવિધિ રવિવારે થશે

    પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ માધવસિંહ સોલંકીના નિધન પર જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ગુજરાતના ચાર વખત મુખ્યપ્રધાન પદ રહી ચૂકેલા માધવસિંહ સોલંકીના સમાચાર સાંભળીને હું તેમને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી રહ્યો છું. માધવસિંહ સોલંકીએ તેમના કાર્યકાળ દરમિયાન મધ્યાહન યોજના અમલમાં મૂકી હતી. જે આજે લોકપ્રિય બની છે, માધવસિંહ સોલંકીના જવાથી ગુજરાતમાં ખૂબ મોટી ખોટ પડી છે. તેમને ભારત સરકારના વિદેશ મંત્રાલય તરીકે પણ સેવા આપી છે. તેમણે એક વાત એવી જણાવી જેના બહુ ઓછા લોકોને ખબર હશે કે માધવસિંહ સોલંકી શાયરીઓના ખૂબ શોખીન હતા.

    રાજ્ય સરકારે એક દિવસનો શોક પ્રસ્તાવ
    sas
    માધવસિંહ સોલંકીની અંતિમવિધિ રવિવારે થશે

    રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત 12:00 રાજ્યની કેબિનેટની બેઠક બોલાવીને માધવસિંહ સોલંકીને એક દિવસનો શોખ રસ્તાઓ પણ પસાર કરવામાં આવશે, આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ જાહેર કાર્યક્રમ પણ રદ્દ કર્યા છે.

Last Updated : Jan 10, 2021, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.