- મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી
- રૂપાણી સરકારે કોરોના દર્દીઓ માટે લીધો નિર્ણય
- આ નિર્ણયનો 10મી જુલાઈ સુધી અમલ રહેશે
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માઁ અને માઁ વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવારના ખર્ચમાં મોટી રાહત આપવામાં આવી છે. જોકે, આવી કોરોના સંક્રમણની સ્થિતિમાં તારીખ 10મી જુલાઈ 2021 સુધી આ નિર્ણય અમલમાં રહેશે. રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવારના ખર્ચમાં મોટી રાહત મળશે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીએ આરસોડિયા કોમ્યુનિટી સેન્ટર મુલાકાત લીધી
10 દિવસના 50000 રૂપિયા સુધીની વિનામૂલ્યે સારવાર
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં દરરોજના 5000 એમ 10 દિવસના 50,000 રૂપિયા સુધીની સારવારમાં માઁ કાર્ડ અને માઁ વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિનામૂલ્યે મળશે. રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં માઁ કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો: કોરોના કાળમાં ખેડૂતોને મોટી રાહત, પાક ધિરાણની ભરપાઇની મુદ્દત 30 જૂન સુધી કરાઇ
10મી જુલાઈ 2021 સુધી આ લાભ આપવાનો નિર્ણય
મુખ્યપ્રધાને રાજ્યમાં માઁ કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા અંદાજે 80 લાખ જેટલા પરિવારોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં તારીખ 10મી જુલાઈ 2021 સુધી આ લાભ આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવાર ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે. જોકે, આ નિર્ણય 10 જુલાઈ સુધી જ કેમ તે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. કેમ કે આ એક ટેમ્પરરી નિર્ણય કહી શકાય. આથી, કોરોના જુલાઈ મહિના પછી પણ હશે. જેથી એ પછી શું? એ પણ એક સવાલ છે. આથી, આ નિર્ણય જ્યા સુધી કોરોના નાબૂદ ના થાય ત્યાં સુધી હોવો જોઈએ.